રાજકોટમાં 13 વર્ષની સગીરા પર 6 શખસના દુષ્કર્મ કેસમાં 5ને અંતિમ શ્વાસ સુધી અને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા - At This Time

રાજકોટમાં 13 વર્ષની સગીરા પર 6 શખસના દુષ્કર્મ કેસમાં 5ને અંતિમ શ્વાસ સુધી અને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા


રાજકોટની 13 વર્ષની બાળકી ઉપર એક સગીર અને 5 આધેડ વયના શખસોએ અનેક વખત દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી, ભાંડો ફૂટતા વર્ષ 2018માં ગુનો નોંધાયો હતો. જેમાં સ્પેશિયલ પોક્સો કોર્ટેના ન્યાયમૂર્તિ જે.ડી. સુથારે 5 આધેડ આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત દોઢ લાખનો દંડ અને ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે બીજો કેસ વર્ષ 2016માં મવડી રોડ વિસ્તારની 17 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર ઉદયનગરના વિમલ ઉર્ફે કાના ચૌહાણને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.