અમદાવાદ અને સુરતમાં વેપારીઓ સાથે થઈ રહેલા કૌભાંડને ગંભીરતાથી લઈને ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ અને સુરતમાં વેપારીઓ સાથે થઈ રહેલા કૌભાંડને ગંભીરતાથી લઈને ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે વધી રહેલી છેતરપિંડીના મુદ્દે આજે ટેક્સટાઇલ એસોસિએશન ઓફ અમદાવાદ અને સુરતના પ્રમુખ લોકેશભાઇ લાલવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. એસોસિએશનના પ્રમુખ લોકેશભાઈ લાલવાણીએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કાપડ માર્કેટમાં કેટલાક અસામાજિક તત્વોએ પણ ધંધો ખોલ્યો છે અને આવા અસામાજિક તત્વો અન્યો સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ ચલાવી રહ્યા છે.
પ્રમુખ લોકેશભાઈ લાલવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કાપડના વેપારી હોવાનો ડોળ કરીને અન્ય વેપારીઓને છેતરતા આવા અસામાજીક તત્વોથી વેપારીઓ સાવધાન રહે. અમદાવાદ અને સુરત ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરતા વેપારીઓને આવા કૌભાંડી વેપારીઓથી સાવધાન રહેવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ચેરમેન લોકેશભાઈએ પોલીસ પ્રશાસનને પણ સંદેશો આપતા જણાવ્યું હતું કે આવા કૌભાંડ સામે નોંધાયેલી ફરિયાદ પર ગંભીરતાથી ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવે જેથી ફરિયાદીને ઝડપથી ન્યાય મળે.
આટલું મોટું કૌભાંડ આચરનાર અને અસલી ધંધાર્થીઓને નિંદ્રાધીન રાત્રિઓ આપનાર છેતરપિંડી કરનારાઓ સામે પોલીસ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ કૌભાંડમાં નોંધાયેલી ફરિયાદો અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ચેરમેન લોકેશભાઈએ જણાવ્યું હતું કે, પોલીસ પ્રશાસન દ્વારા પચાસ ટકા ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને પચાસ ટકા ફરિયાદોનું નિરાકરણ બાકી છે પોલીસ પ્રશાસન અને સરકાર પાસે માંગ કરી છે કે આવા બેફામ અસામાજિક કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદોનો સત્વરે નિકાલ કરવામાં આવે.
સૌરાંગ ઠક્કર, અમદાવાદ
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.