*જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો* - At This Time

*જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો*


*જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો*
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજિત પોલો ફોરેસ્ટ વિજયનગર ખાતે એક દિવસીય વહીવટી સેમિનાર તથા દસ મુદ્દા અમલીકરણની બેઠક તેમજ દીપાવલી બાદ સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના પદાધિકારી *પ્રાંત મહામંત્રી મિતેષભાઇ ભટ્ટ, ઉચ્ચતર માધ્યમિક પ્રાંત ઉપાધ્યક્ષ પંકજભાઈ મહેતા, ઉચ્ચતર માધ્યમિક જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,સંચાલક મંડળ સંયોજક ચૈતન્યભાઈ ભટ્ટ તથા નિલેશભાઈ રાજગોર* દ્વારા *જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી* ને શૈક્ષિક ફાઉન્ડેશન નું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું. ૧૦ મુદ્દા અમલીકરણમાં દરેક મુદ્દા પર ગહન ચર્ચા કરી સંગઠનના જે કંઈ પણ સૂચન છે તે સાંભળી તે અંગે યોગ્ય કરવામાં આવશે તેવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંગઠનોને જાણ કરવામાં આવી.ખૂબ જ આહલાદક વાતાવરણમાં કુદરતને સમીપ યોજાયેલા વહીવટી સેમિનાર તથા સ્નેહમિલન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરુણાબેન દેસાઈ ,સંદીપભાઈ પટેલ ઓફિસ સુપરટેન્ડેન્ટ શ્રી કાગભાઈ, એકાઉન્ટ ઓફિસર મકવાણાની પણ ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સૌ સ્ટાફ પણ ઉપસ્થિત હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.