75 વર્ષ જૂનો પુલ ધોવાઇ જતાં જામકંડોરણાથી રાજકોટ આવવા 25 કિલોમીટરનો ફેરો કરવો પડશે - At This Time

75 વર્ષ જૂનો પુલ ધોવાઇ જતાં જામકંડોરણાથી રાજકોટ આવવા 25 કિલોમીટરનો ફેરો કરવો પડશે


જામકંડોરણા-ગોંડલનો બ્રિજ એક વર્ષે પણ બન્યો નહિ, રિપેરિંગનો 60 લાખનો ખર્ચ પણ પાણીમાં ગયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાંથી પસાર થતી ફોફળ નદીમાં પૂર આવતા જામકંડોરણા અને ગોંડલ વચ્ચેનો બ્રિજ ધોવાઈ ગયો અને વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકોને 25 કિ.મી. જેટલું ફરવું પડે છે. આ બ્રિજ પહેલી વખત નથી તૂટ્યો પણ ગત વર્ષે જ તૂટ્યો હતો અને એક વર્ષે પણ કામ ચાલુ ન થતા સમારકામનો ખર્ચ પણ માથે પડ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.