છોટાઉદેપુરના બોડેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા :- મોટી સંખ્યામાં જનમેદની ઉમટી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lefbpk0bwaihtwrf/" left="-10"]

છોટાઉદેપુરના બોડેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા :- મોટી સંખ્યામાં જનમેદની ઉમટી


રિપોર્ટ - નિમેષ‌ સોની, ડભોઈ

મંચ ઉપરથી જ જેતપુરપાવી વિધાનસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર જયંતીભાઈ રાઠવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતના આશીર્વાદ આપ્યા

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક જંગી જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ સભામાં વડાપ્રધાને કોંગ્રેસ સહિતનાં વિપક્ષો ઉપર જોરદાર ચાબખા માર્યા હતાં. પાવીજેતપુર - 138 વિધાનસભાના ભાજપનાં ઉમેદવાર જયંતીભાઈ રાઠવાને તેઓએ જાહેર મંચ ઉપર જ પોતાની પાસે બોલાવીને તેમનો ખભો થપ થપાવીને જીતના આશીર્વાદ આપ્યા હતા. ‌આ ઘટના અંગે જયંતીભાઈ રાઠવાનો ટેલિફોનિક સંપર્ક કરી પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, " મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોની વચ્ચે વડાપ્રધાનશ્રી એ મને તેઓની પાસે બોલાવીને કહયું હતું કે, જયંતિભાઈ જલ્દીથી જીતીને આવો અને પ્રજાના કામો કરવા લાગી જાઓ " આમ, કહીને તેમને મને જીતના સંદેશો આપીને વાર્તાલાપ કર્યો હતો.
આ સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છોટા ઉદેપુરને પોતાની કર્મભૂમિ ગણાવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે પાવીજેતપુરના અનેક ઘરોમાં જમ્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં કહ્યું કે, અહિયાંથી જ બધું શીખ્યો છું અને તમારી વચ્ચે રહીને રસ્તો કેવી રીતે નીકળે, તે હું શીખ્યો છું. એના કારણે હું દિલ્હીમાં જઈને કામ કરું છું. છોટા ઉદેપુર જિલ્લો બનાવ્યાનો એક દશક થવા આવ્યો છે. મને સંતોષ થયો છે, જે ઉદ્દેશથી સરકારે આ જિલ્લો બનાવ્યો છે, તે સાર્થક થયું છે.
​​​​​​​નરેન્દ્ર મોદીએ આજે ફરીથી સંખેડાના ફર્નિચરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હમણાં જી -20 સમિટમાં ગયો હતો. ત્યાં જઈને દુનિયાના અનેક દેશના મોટા - મોટા નેતાઓને સંખેડાના ફર્નિચરની ભેટ આપી છે અને સંખેડાના ફર્નિચરને દુનિયામાં વહેચ્યું છે. આગામી જી - 20 સમિટ થવાનું છે, તેમાં આપના એક-એક જિલ્લાની ઓળખ ઊભી થાય તેવી તાકાત આવી ગઈ છે. એક-એક જીલ્લો એવી એવી ચીજો બનાવે છે કે દુનિયાના લોકો જુએ અને લઈ જાય અને એમના દેશમાં તેનો પ્રચાર કરે છે. આપણે આ મોકાનો લાભ લેવાનો છે.
છોટાઉદેપુરના 138 વિધાનસભાના ઉમેદવાર જયંતીભાઈ રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્મૃતિ ભેટ રૂપે કડું ( ભોરીયો )પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. આ સભામાં જયંતીભાઈ રાઠવાના અસંખ્ય સમર્થકો આ સભામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌ સમર્થકોએ જેતપુરપાવી વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતીથી ભાજપનું કમળ ખીલશે તેવો વિશ્વાસ વયકત કર્યો હતો. આ સભામાં દૂર દૂર સુધી કેસરિયો માહોલ છવાઈ ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]