ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જેલ ખાતે નેશનલ લીગલ ડે ની ઉજવણી કરવામાં આવી
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જેલ ખાતે નેશનલ લીગલ ડે ની ઉજવણી કરવામાં આવી
= ભરૂચ જિલ્લા જેલ ખાતે કેદીઓ પરિવારજનોને મુક્તમને મળી શકે તે માટેની વ્યવરથા કરાય
=કેદીઓનું તેમના પરિવારજનોના વ્યકિતઓ સાથે મીલન થતા જેલમાં ભાવુક દશ્યો સર્જાયા
.ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા 9 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા દિન ની ઉજવણી ના ભાગ રૂપે ભરૂચ જિલ્લા જેલ ખાતે રાષ્ટ્રીય કાનુની સેવા દિન ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેદીઓ પરિવારજનોને મુક્તમને મળી શકે તે માટેની વ્યવરથા કરવામાં આવતા કેદીઓનું તેમના પરિવારજનોના વ્યકિતઓ સાથે મીલન થતા જેલમાં ભાવુક દશ્યો સર્જાયા હતા .
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્ના૨ા દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે 'આઝાદીકા અમૃત મહોત્સવ" કાર્યક્રમ ઉજવાઈ રહયો છે. જેમાં , રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્નારા મોટા સમુહમાં જાગૃતી ફેલાઈ શકે તથા જેલમાં રહેલ કેદીઓને કાનુની સહાય પુરી પાડવા માટે અને તેમની વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે નામદાર . ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી અરવીદ કુમાર તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ નામદાર . સોનીયાબેન ગોકાણીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તા. ૩૧/૧૦/૨૦૨૨ થી તા ૧૩ ,૧૧ ૨૦૨૨ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો આદેશ રાજયના દરેક જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનુની સેવા સમિતિ ને કરવામાં આવેલ છે
.સદર કાર્યક્રમોનો હેતુ ભરૂચ જિલ્લાના જેલમાં રહેલ કેદીઓ સુધી પહોંચી જાગૃતી ફેલાવી, લાભાર્થીઓને શોધી તેઓ સુધી પહોંચી તેમને મળવાપાત્ર સરકારની યોજનાઓના લાભ પારખી તે મુજબ તેમને લાભ અપાવી, કાનુની સેવાઓના માળખાના સશકત બનાવવાનો હોય, તેની વિસ્તૃત સમજૂતી માટે તા. ૦૯/૧૧/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા દિનના ભાગરૂપે નામદાર . ચેરમેનશ્રી પી.એસ. બ્રહમભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા જેલ ભરૂચ ખાતે જેલમાંના કેદીઓ તેઓના પરિવાર સાથે મળી શકે તે માટેના જિલ્લા જેલ, ભરૂચના સહયોગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સચિવ એમ. બી.ઘાસુરા, રૂબરૂ હાજર રહી, જેલના કેદીઓ તેઓના પરિવારજનોને મુક્તમને મળી શકે તે માટેની વ્યવરથા જિલ્લા જેલ ભરૂચ દ્રારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા જેલ, ના અધિકારી એસ. જે. સભાડ, , રણવીરસીંહ પુનીયારા, . તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નો સ્ટાફ ઉપસ્થિતરહ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન જેલમાં રહેલ કેદીઓનું તેમના પરિવારજનોના વ્યકિતઓ સાથે મીલન થતા જેલમાં ભાવુક દશ્યો સર્જાયા હતા. કેટલાક જેલના કેદીઓના મુખ પર ખુશી તથા કેટલાક જેલના કેદીઓ પોતાના પરિવારજનોને જોઈને ભાવુક થતાં હર્ષના આંસુ તેઓના ચહેરા પર જોઈ શકાતા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.