ધીરગુરુદેવનું ગઢડા, ગુંદાલા, દામનગર, લાઠીમાં પદાર્પણ - At This Time

ધીરગુરુદેવનું ગઢડા, ગુંદાલા, દામનગર, લાઠીમાં પદાર્પણ


(કનુભાઈ ખાચર દ્વારા )
પાળિયાદ જૈન સંઘમાં મહોત્સવ સંપન્ન કરી બોટાદ મોટી–વાડી વીતરાગ વૈયાવચ્ચ ભવનમાં પધારતાં ભાવિકોએ સાતાકારી પાટનો લાભ લીધેલ.
લાલચંદ સુખલાલ વસાણી પરિવારે ભવનનું સ્વદ્રવ્યથી નિર્માણ કરી લાભ લીધેલ છે.
મંગળવારે ગઢડા પધારતાં આફ્રિકાના વિનુભાઈ કપાસી, જીવદયાપ્રેમી બળવંતભાઈ પાટીવાળા વગેરેએ વૈયાવચ્ચ અને જીવદયાના કાર્યની અનુમોદના કરેલ. ચંદનબેન શાંતિલાલ શાહ અને બળવંતભાઈ તરફથી સંઘજમણ યોજાયેલ.

ગુંદાલામાં વિજયાબેન રસીકલાલ અજમેરા - મલ્લિનાથ ઉપાશ્રયે પ્રથમ વાર પધારતાં ઉમંગ છવાયો હતો.

તા. પના દામનગરમાં પ્રવચન અને હંસાલક્ષ્મી જયંતિલાલ બગડીયા પ્રેરિત સંઘજમણ યોજારો. તા. ૬ના લાઠીમાં પ્રવચન અને સંઘજમણ વગેરે ભીમાણી, ભાયાણી પરિવારે રાખેલ છે. તા.૭ના સાવરકુંડલા પધારશે.

સત્સંગમાં ગુરુદેવે જણાવેલ કે – આપણું ઇન્ટેન્શન ગમે તે હોય દુનિયા ફક્ત પ્રેઝેન્ટેશન જુએ છે, આપણું પ્રેઝેન્ટેશન ગમે તે હોય પ્રભુ ઇન્ટેન્શન જુએ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image