લાકડિયા માં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા નું જુલૂસ કાઢવામાં આવ્યું - At This Time

લાકડિયા માં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા નું જુલૂસ કાઢવામાં આવ્યું


ભચાઉ તાલુકાના લાકડિયા ગામની વાત કરવામાં આવે તો અહીં તાજીયા નિમિતે મુંબઇ રહેતાં જૈન ધર્મના ઓસવાળ સમાજના લોકો ખાસ આવે છે અને તાજીયાની પૂર્વ રાત્રીએ નીકળેલા ઝુલસમાં ઉભી ચોકીમાં જોડાઇ છે
સમગ્ર કચ્છમાં મંગળવારે કરબલાના શહીદોની યાદમાં શાંતિપૂર્ણ રીતે તાજીયા ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિવિધ સ્થળે યોજીત ઝુલુસમાં પડની અંદર યા હુસેનના નાદ સાથે ધમાલ લેતા જોવા મળ્યા હતા. તેમજ તાજીયા સનમુખ મુસ્લિમ સમાજના લોકોએ અને હિન્દૂ સમાજના લોકોએ શ્રીફળ અને ગોળ ધરાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. જેમાં કોમી એકતાના દર્શન થયા હતા. જૈન વિશા ઓસવાળ સમાજના લોકો હાજર રહ્યા હતા
લાકડિયા ગામના મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે વર્ષોથી યોજાતી ઉભી ચોકી માં જૈન સમાજના લોકો દરેક વખતે સાથે રહેતા આવ્યા છે જે બપોરે કોમી એકતાના પ્રતીક લાકડિયા પીરની દરગાહથી તાજીયાનું ઝુલુસ નીકળી રામ મંદિર મુખ્ય બજારમાં થઈ મોટા પીરે પહોંચી શાંત (ઠંડા) થયા હતા.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.