સુઈગામ ખાતે જીગ્નેશ મેવાણીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.
સુઈગામ તાલુકા મથક ખાતે આજે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ઓફિસ/કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં દલિત સમાજના યુવાનો, વડીલો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને જીગ્નેશ મેવાણી નું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ દલિત સમાજના વડીલો, આગેવાનો,અને યુવાનોની બહોળી ઉપસ્થિતમાં જીગ્નેશ મેવાણીએ રીબન કાપી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જીગ્નેશ મેવાણીએ દલિત સમાજના લોકોને કાયદાકીય માહિતી આપી હતી અને તાલુકા કચેરી, પોલીસ સ્ટેશન અન્ય વિભાગો માં પડતી મુશ્કેલી, સમસ્યાઓ સામે લડવા અને પોતાના અધિકારો મેળવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના અને સુઈગામ ખાતે ઓફિસ નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું છે તેવું જણાવ્યું હતું અને દરેક ગામમાંથી યુવાનો સંગઠિત થાય અને પોતાના અધિકારો માટે લડી અન્યાય સામે બાયો ચડાવતા થાય તેના માટે યુવાનો ને આહવાન કર્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
