લોહાનગરમાંથી ચોરાઉ મોબાઈલ સાથે કુખ્યાત ભાવલો અને તેનો ભાઈ ઝડપાયા
લોહાનગર મફતીયાપરા પાસેથી ચોરાઉ મોબાઈલ કાચે કુખ્યાત ભાવલો રાઠોડ અને તેનો ભાઈ રાહુલને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી મોબાઈલ ફોન-5 રૂ।.55 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગત અનુસાર શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.વાય.બી.જાડેજા, એસ.એલ.ચાવડા, અને બી.ટી.ગોહેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી
ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર ભાવેશ ઉર્ફે ભાવલો ભલા રાઠોડ (ઉ.વ.20) અને તેનો ભાઈ રાહુલ ભલા રાઠોડ (ઉ.વ.19) (રહે.બંન્ને પારડી, શાપર) લોહાનગરન મફતીયાપરામાં હોવાની બાતમીના આધારે પી.એસ.આઈ. ગરચરની ટીમે બંન્નેને દબોચી તેની પાસેથી અલગ અલગ કંપનીના ચોરાઉ પાંચ મોબાઈલ ફોન રૂ।.55 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને માલવિયાનગર અને યુનિવર્સિટી પોલીસ મથકના બે ફોન ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો. ઉલ્લેખનીય છે કે નામચીન ભાવલો અને તેના ભાઈ શહેરમાં અલગ-અલગ ભીડભાડ વાળી જગ્યાએ જઈ રાહદારીઓના બિસ્સામાં રહેલ મોબાઈલની તફડંચી કરવાની મોડસ ઓવરેન્ડી ધરાવતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.