ધોલેરા થી ભીમનાથ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 466 કરોડ મંજૂર કરવામાં આવ્યા. - At This Time

ધોલેરા થી ભીમનાથ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 466 કરોડ મંજૂર કરવામાં આવ્યા.


અમદાવાદ જિલ્લાના ધોલેરા થી ભીમનાથ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન નાખવાની દિશામાં કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી છે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 466 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમનાથ નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂપિયા 466 કરોડ મંજૂર કર્યા છે. તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ધોલેરા ભીમાનાથ વચ્ચે 23.33 કિલોમીટરના અંતર વચ્ચે નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના પરિણામે ધોલેરાને સીધી રેલ્વે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. એટલું જ નહીં દિલ્હી - મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી સુલભ થશે. સાથે સાથે આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ભવિષ્યમાં ધોલેરા SIRના ઉદ્યોગો માટે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ અને

રૉ-મટિરિયલના આગમન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ત્યારે કેન્દ્ર અને રાજ્યના દિશાદર્શનમાં આશરે 920 ચોરસ કી.મી.નો ધોલેરા SIR ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજિયન અને સ્માર્ટ સિટી છે. આગામી થોડા વર્ષોમાં ધોલેરા SIR, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે ત્યારે આ બ્રોડગેજ રેલ્વે લાઈન પ્રોજેક્ટ પણ તેમાં મહત્વપૂર્ણ બની રહેશે.

અમદાવાદ જીલ્લા ના ધોલેરા SIRમા ઇન્ટરનેશલલ એરપોર્ટ, અમદાવાદ- ધોલેરા એક્સપ્રેસ હાઈવે અને હવે ધોલેરા -ભીમનાથ નવી બ્રોડગેજ રેલ્વે લાઇન સહિતની સંપૂર્ણ કનેક્ટિવીટી સાથે DMIC નો નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો અભિન્ન હિસ્સો બનશે. આ માટે અબજો રુપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. અહીંયા આંતરરાષ્ટ્રિય કક્ષાના એરપોર્ટની સાથે સાથે અન્ય અનેક સુવિધાઓ વિક્સાવાશે જેના પગલે ગુજરાતનું આંતર રાષ્ટ્રીય જોડાણ વધુ સક્ષમ બનશે.

22 ગામને સાંકળી 920 કિલોમીટર ક્ષેત્રમાં એશિયાના સૌથી મોટા ‘સર’નું સર્જન થશે

અમદાવાદ જિલ્લાની સરહદે અને ભાવનગર જિલ્લાને જોડતા દરિયાઇ ખારાપાટના કાંટાળા વિસ્તારની મોટી બંજર જમીનને નવપલ્લવિત કરીને તેનો ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી વિકાસ કરવાના હેતુસર રાજ્ય સરકારે આ ધોલેરા વિસ્તારના આશરે 22 ગામડાંઓને સાંકળીને 920 ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં સ્પેશિયલ ઈન્ડ્રસ્ટ્રીયલ ઝોન રિજિયન (Special Industrial SIR) પ્રસ્થાપિત કરવાનો લાંબાગાળાનો પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યો છે. ધોલેરા સર એ એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે. આ ક્ષેત્રને જોડતો છ-માર્ગીય હાઇવેના નિર્માણમાં સરકાર પ્રવૃત્ત છે. રોકાણકારોને આકર્ષવા માટે તેમજ ધોલેરાને હવાઈ-સડક- રેલ્વે કનેક્ટીવીટીથી જોડવા માટે એરપોર્ટ- રેલ્વે લાઈન માટે જમીન સંદર્ભની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ પ્રોજેક્ટને લીધે અમદાવાદ-ધંધુકા-બરવાળા-ભાવનગર સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

ભીમનાથ જંકશન બનશે હાલ ભીમનાથ જંકશનમા બે લાઈન છે એની ચાર લાઈન બનશે. ભીમનાથ થી ધોલેરા સુધી 20 કિ.મીનું અંતર છે. તેમા વચ્ચે નભોઈ ગામે નવું સ્ટેશન બનશે, જે ભીમનાથ થી 9 કિ.મી રહેશે. જ્યારે આ લાઈન ચાલુ થશે ત્યારે પીપાવાવથી દિલ્લીની સીધી માલગાડીઓ આ લાઈન ઉપર ચાલશે જે નવું ગોલ્ડન ફ્રેઈટ કોરીડોર બન્યો છે જેને આનું કનેક્શન આપવામા આવશે તેથી પેસેન્જર ટ્રેનને માલગાડી માટે ફ્રેઇટ કોરીડોર માલગાડી માટે નવો ટ્રેક બનાવ્યો છે જેને શોલેરાથી મુંબઈ દિલ્લી સુધી કનેક્શન છે

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.