લઠ્ઠાકાંડ ઇફેક્ટ: પોલીસની કામગીરી વિરૂધ્ધ વોર્ડ નં.એકના ભાજપના હોદ્દેદારના મેસજોથી વિવાદ
વડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકના એક હોદ્દેદાર દ્વારા દારૂના દરોડા અંગે ના સમાચારની સાથે facebook પર સરકાર વિરુદ્ધના મેસેજ વાયરલ કરતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદમાં સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ વડોદરા પોલીસ એકશનમાં આવીને દેશી દારૂ ના અડા ઉપર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી અને 86 થી વધુ ઈસમોની દારૂના જથ્થા સાથે અટકાયત કરી હતી તે અંગેના સમાચાર એક ખાનગી ચેનલ પર રજૂ કરવામાં આવ્યા હતા. આ ખાનગી ચેનલ પરના સમાચાર જોઈને ભાજપના વોર્ડ નંબર એકના એક હોદ્દેદારે મેસેજ મૂક્યા હતા કે, "કોઈ તપાસ કરવાની જરૂર નથી આ નાટક જ છે આ પોલીસવાળાનું ફૂલ ભરણ ચાલે છે અને તેઓ અડ્ડા અને વેચનાર બધું જાણતા હોય છે. 'બીજા મેસેજમાં ભાજપના વોર્ડ નંબર એકના હોદ્દેદારે મેસેજ મૂક્યો છે કે, "પોલીસ વાળાને જ પૂછો કે કોણ કોણ ભરણ આપે છે ત્યાં જઈને બે દિવસ બંધ કરાવો."એક બાજુ વોર્ડ નંબર એકના હોદ્દેદારે હાલની પરિસ્થિતિ અંગે સત્ય હકીકતના મેસેજ વાયરલ કર્યા છે તો બીજી બાજુ ગુજરાતમાં જ ભાજપની સરકાર છે અને તેના કાર્યકર્તા દ્વારા જ આવા મેસેજ સોશિયલ મીડિયા પર મુકતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.અત્રે યાદ આપવું જરૂરી છે કે વોર્ડ નંબર એકના આ હોદ્દેદારને તાજેતરમાં જ છાણી જકાત નાકા વિસ્તારમાં એક વેપારી સાથે પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો હતો તેમાં વેપારી પર હુમલો કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.