માળીયા હાટીના તાલુકાના અકાળા ( વિરડી ) પ્રથમીક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

માળીયા હાટીના તાલુકાના અકાળા ( વિરડી ) પ્રથમીક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો


આપણો ભારત દેશ ગણીત, વિજ્ઞાન, અને પર્યાવરણમા આધુનિક ટેકનોલોજીમા આગળ વધે અને વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાથીજ વધારે રૂચિ રાખે તેવા હેતુથી સ્કૂલો દ્વારા વિજ્ઞાન મેળાના આયોજન કરવામાં આવે છે જેમા આજ રોજ માળીયા હાટીના તાલુકાની માતરવાણીયા પે સેન્ટરની નવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અકાળા (વિરડી ) પ્રાથમિક શાળા ખાતે વિવિધ 45 ક્રુતિઓ રજૂ કરવામાં આવી હતી જેમા લેજર લાઈટ દ્વારા આધુનિક સિક્યુરિટી સીસ્ટમથી દેશની બોર્ડર અને VVIP લોકોની સુરક્ષા તેમજ ખેતીવાડી અને ઘરની સુરક્ષા માટેની નહિવત ખર્ચમા તૈયાર થતી ઉત્તમ ક્રુતિ રજૂ કરવામાં આવી હતી તેમજ ગણીત, વિજ્ઞાન, અને પર્યાવરણની જાળવણી માટેની આધુનિક ટેકનોલોજીની ક્રુતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે અકાળા ગામના સરપંચ બહાદુરભાઈ કાગડા ઉપ સરપંચ દિનેશભાઈ ચાવડા માજી સરપંચ વનરાજસિંહ કાગડા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ ક્રુતિઓ જોઈ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી બિરદાવ્યા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા અકાળા (વિરડી ) પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »