સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઈ- એફ.આઇ.આર. અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. - At This Time

સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઈ- એફ.આઇ.આર. અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR

નાગરિકોને ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે હવે તેઓ ઘરે બેઠા મોબાઈલ ચોરી કે વાહન ચોરીની ઈ-એફ.આઇ.આર. કરી શકશે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા પંડિત દિનદયાળ ટાઉનહોલ સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઇ-એફ.આઇ.આર. અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ વિવિધ સેવાઓનો લાભ આજે ગામડાના લાભાર્થીઓ મોબાઈલ અને ઇ-ગ્રામ સેન્ટરના માધ્યમથી સરળતાથી મેળવી રહ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વિભાગે પણ 14 પ્રકારની વિવિધ સેવાઓ નાગરિકો માટે ઓનલાઇન ઉપલબ્ધ બનાવી છે. ઈ-એફ.આઇ.આર. વિશે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે કોઈપણ નાગરિકને વાહન ચોરી કે મોબાઈલ ચોરી જેવી ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત નહીં રહે હવે નાગરિકો ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઈ-એફ.આઈ.આર. કરી શકશે.વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાના નાગરિકોને ઈ-એફ.આઇ.આર. વિશે જાણકારી મળી રહે તેવા હેતુથી જિલ્લાના પોલીસ સ્ટેશનનો દ્વારા આવા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ આ ઈ-એફ.આઈ.આર.નો નાગરિકો સરળતાથી ઉપયોગ કરી શકે તે હેતુ જાગૃતિ સેમિનારો પણ યોજાઇ રહ્યા છે તેમજ ઈ-એફ.આઇ.આર.ની માહિતી દરેક લોકો સુધી પહોંચાડવા મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો હતો.આ તકે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાતે ઈ-એફ.આઇ.આર.ની પ્રક્રિયા તેમજ તેના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, સરકારી વકીલ મનસુખ સભાણી અને અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોદન કરી ઈ-એફ.આઇ.આર. વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા નિવાસી અધિક કલેક્ટર વી.એન. સરવૈયા, અગ્રણી સર્વશ્રી ચંદ્રેશભાઇ પટેલ, મનહરસિંહ રાણા, મહેન્દ્રભાઈ પટેલ અને સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon