જુનાગઢ સંગ્રહાલય માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાનુ આયોજન કરાયું. - At This Time

જુનાગઢ સંગ્રહાલય માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાનુ આયોજન કરાયું.


જુનાગઢ સંગ્રહાલય માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાનુ આયોજન કરાયું. આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા ' સર્જનાત્મક યુવા પ્રવૃત્તિઓ મહોત્સવ ' અંતર્ગત વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ અંતર્ગત આઝાદી પર્વ ક્વિઝ, વેશભૂષા સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ત્રિરંગી કલાકૃતિ સર્જન,બોર્ડ સુશોભન તથા તોરણ બનાવવાની સ્પર્ધાનુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે . તમામ સ્પર્ધા તા. ૧૪ ઓગસ્ટ ના સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમ્યાન સંગ્રહાલય પરિસર, તાજ મંજીલ, ઓપેરા હાઉસ, જૂનાગઢ ખાતે કોઈ પણ ઉંમર ની વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. વેશભૂષા સ્પર્ધા માં ૪ થી ૧૩ વર્ષના બાળક ભાગ લઇ શકશે. એમણે આઝાદી પર્વ અંતર્ગત વેશ પરિધાન કરવાનો રહેશે.રંગોળી , બોર્ડ તથા કલાકૃતિ શણગાર માટે તમામ જરૂરી ચીજ વસ્તુઓ સંગ્રહાલય તરફથી આપવામાં આવશે આમ છતાં વધારે શણગાર કરવા કોઈ ઇચ્છે તો પોતાની વસ્તુઓ લાવી શકે છે. તમામ સ્પર્ધાના પરિણામ ૨૧ મી ઓગસ્ટ ના જાહેર કરવામાં આવશે. ઉપર્યુક્ત ત્રણે સ્પર્ધા માટે ની વિગતો તથા નિયમો અને રજીસ્ટ્રેશન માટે ૮૩૨૦૦ ૮૨૭૪૨ નો સંપર્ક કરવા સંગ્રહાલય નાં ક્યૂરેટર ડો. ‌શેફાલિકા અવસ્થી ની યાદીમા જણાવવામાં આવ્યું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.