સાયલા મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/la2hegvfakeg32jk/" left="-10"]

સાયલા મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા.


રાજ્ય માં હાલ અનેક કર્મચારીઓ પોતાની માંગણી પુરી કરવા સરકાર સામે આંદોલનો કરે છે. પણ આ અનેક આંદોલનો માં જેમને જરૂરિયાત છે એવા મધ્યાહન ભોજન કર્મચારીઓ ને ધ્યાન માં લેતા નથી. માટે આજે સાયલા મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા. તથા જયા સુધી નિર્ણય નો આવે ત્યાં સુધી કેન્દ્ર બંધ રાખવા માં આવેલ
રાજ્ય માં ૧૯૮૪ થી મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળામાં ભણતા એકથી આઠના વિદ્યાથીઓને ગરમ ભોજન રાંધી ખોરાક પીરસવામાં આવે છે જેમાં સંચાલકને ૧૬૦૦ , રસોયાને ૧૪૦૦ તથા હેલ્પરને ૫૦૦ અથવા ૧૦૦ સંખ્યા ઉપરના બાળકોને ૧૪૦૦ નું નજીવું વેતન ચૂકવવામાં આવે છે , જેમાં માનદ વેતનને દૂર કરી લઘુતમ વેતનની અમલવારી કરવામાં આવે તેમજ ઉનાળાના વેકેશન દરમિયાન વેતન આપવામાં આવતું નથી તે વેતન પણ ચૂકવાય તે માટે માંગ, વેતનમાં કુકિંગ કોસ્ટની રકમમાં ગેસની રકમમાં જરૂરી ફેરફાર કરવો. મોંઘવારીને ધ્યાને લઈ કુકિંગ કોસ્ટ માં ૭.૫ % થી ૧૦ % સુધીનો વધારો કરવા માટે પરિપત્ર કરેલ છે તે મુજબ વર્ષના બદલે બેથી ત્રણ વર્ષમાં એક વખત કૂકિંગ કોસ્ટમાં વધારો કરવામાં આવે છે . જો સરકાર તરફથી મોંઘવારીના ધોરણે અમલવારી કરવામાં આવે તેવી માંગ છે.
સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના જેવા નાના કર્મચારીઓ ને ધ્યાન આપી એમની લાગણી સમજી ને યોગ્ય નિર્ણય લે એવી આશા સેવી રહ્યા છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી. સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]