મેશ્વો નદીમાં રેતી ખનન કરનાર લીઝધારકો સામે દહેગામ ના ખેડૂતોએ લાલ આંખ કરી સરકાર સામે બાંયો ચઢાવી - At This Time

મેશ્વો નદીમાં રેતી ખનન કરનાર લીઝધારકો સામે દહેગામ ના ખેડૂતોએ લાલ આંખ કરી સરકાર સામે બાંયો ચઢાવી


*દહેગામ તાલુકાના અન્નદાતા સાથે અન્યાય કેમ ? સરકારે કિશાનો નાં પેટ ફાડી નદી ની લીઝ લેવાવારા નાં પેટ ભર્યા એવા કિશાનો નાં આક્ષેપો*

..........................................

પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના મેશ્વો નદીમાં ફાળવાઇ રહેલી લીઝો થી ફકત ને ફક્ત લીઝો લેવાવાળા ને વેચવા વારા ને ફાયદો થયો જ્યારે સરકાર ની નજર ફક્ત ને ફક્ત લીઝો લેવા અને વેચવામાં ઉપર રહી અને સરકારી તિજોરી ઓ ભરાઈ.જ્
હાલ માં દહેગામ તાલુકાના મેશ્વો નદી કિનારે રેતી ખનન એટલું વધી ગયુ છે કે જનતા આ લીઝ નાં કારણે જીવ ગુમાવ્યા છે. શું દહેગામ કે ગાંધી નગર ની ખુરશી માં બેઠેલા અધિકારીઓ ને કે પોલીસ ને આંખે અંધારા આવ્યા છે આ મોટી મોટી ગાડીઓ રાત દિવસ નદી માં જે સી બી થી મનફાવે તેમ નદી ને ફાડી રહી છે કોઈ અઘિકારી ખુરશી મુકી ને વેલપુરા સુધી નદી માં મોટી મોટી ખાનો બની ગઈ હવે ખેડુતો ચૂપ નહિ બેસે આજ રોજ તારીખ 27/12/2024 સે દહેગામ મામલદાર શ્રી ને ખેડુત હિતરક્ષક સંગઠન દ્વારા ખેડુત સાથે થઈ રહેલાં અન્યાય ના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યો જેમાં તમામ ખેડૂત મિત્રો હાજર રહ્યા હતાં જેમિની માંગ એવી હતી કે મેશ્વો નદીમાં ફાળવાઇ રહેલી લીઝો ખેડૂતો માટે ભવિષ્યમાં પાણીના સ્ત્રોત ઊંડા જવાના સંભાવના છે માટે જો સરકાર દ્વારા લીઝો બંધ કરી ચેકડેમ બનાવવામાં આવે તો ખેડૂતો ના બોરવેલમાં પાણી ના સ્તર જળવાઈ રહે અને ખેતીવાડી પિયત બને.લીઝો થી માત્ર 5 થી 10 લોકો સમૃદ્ધ બનશે પણ પાણી થી હજારો ખેડૂતોના જીવન સમૃદ્ધ બનશે.બંધ કરો ભાઈ બંધ કરો મેશ્વાની રેતી બંધ કરો. બંધ કરો ભાઈ બંધ કરો મેશ્વાની રેતી ચોરી બંધ કરો.બંધ કરો ભાઈ બંધ કરો નેતા ગીરી બંધ કરો.નાં નાળા દહેગામ શહેમાં ગૂજી ઉઠ્યું હતું.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.