હરસોલના રામભક્ત પદયાત્રા કરી ૫૭ દિવસે અયોધ્યા પહોંચ્યા
હરસોલના ૭૦ વર્ષીય બ્રાહ્મણ ભીખાભાઈ રાવલે એવી માનતા રાખી હતી કે, અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તો હું હરસોલથી અયોધ્યા પગપાળા દર્શન કરવા માટે જઈશ. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થતા તેઓ ૨૩ ફેબ્રુઆરીના રોજ હરસોલથી અયોધ્યા જવા માટે પ્રયાણ કર્યું હતું. ત્યારે ૧૪૦૦ કિ.મીની પદયાત્રા ભીખાભાઈએ ૫૭ દિવસે પૂર્ણ કરી અયોધ્યા પહોંચી સરયુ તુલસી ઘાટ પર સંકલ્પ પૂર્ણ કરી રામલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ૨ દિવસ અયોધ્યા રોકાણ કરી વારાણસી દર્શન કરી ભીખાભાઈ પરત ઘરે પરત ફરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.