વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ 🚨 *શંકાસ્પદ/ચોરીની રિક્ષા સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ* 🚨 - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l8cmounzrww9aa9s/" left="-10"]

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ 🚨 *શંકાસ્પદ/ચોરીની રિક્ષા સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ* 🚨


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ

🚨 *શંકાસ્પદ/ચોરીની રિક્ષા સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ* 🚨

💫જુનાગઢ રેન્જ *આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસીંહ એન.જાડેજા સાહેબ તથા વેરાવળ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. ખેંગાર સાહેબ* નાઓએ ઘરફોડ/ચોરી/લુંટ જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા જીલ્લાના પોલીસ અઘિકારીઓને સુચના આપેલ હોય જે અન્વયે
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના અન્વયે *પો. સબ ઇન્સ.શ્રી એ.સી.સિંધવ તથા પો. હેડ કોન્સમ. મયુરભાઇ મેપાભાઇ તથા વિશાલભાઇ પેથાભાઇ તથા અનિરૂધ્ધસિંહ જયવંતસિંહ તથા પો.કોન્સ.રોહીતભાઇ જગમાલભાઇ તથા જયેશભાઇ બાલુભાઇ* વિ. પો.સ્ટા ફના માણસો વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન *પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ* ને મળેલ બાતમી હકીકત આધારે વેરાવળ કોસ્ટ ગાર્ડની ઓફીસ પાસેથી *આરોપી- ફૈસલ ઇસ્માઇલ હાલા રહે- વેરાવળ દિવાનીયા કોલોની* વાળો રજી. નંબર વગરની રિક્ષા ચલાવી નીકળતા મજકુરને સદરહુ રિક્ષા બાબતે પુછપરછ કરતા અને રિક્ષાની આગળ પાછળ જોતા રજી.નંબર જોવામાં આવેલ નહી જેથી એન્જીન/ચેસીસ નંબર જોતા એન્જીન નંબર- A0K0393041 તથા ચેસીસ નંબર- MCG00AMC4F1512848 ના જણાયેલ જેથી સદરહુ એન્જીન/ચેસીસ નંબર ઇગુજકોપમાં ઓનલાઇન ચેક કરાવતા સદરહુ રીક્ષાના રજી.નં. GJ-06-YY-1789 ના જણાતા મજકુર પાસે તેના હવાલાની સદરહું રિક્ષાના આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે આ રીક્ષાના કોઇ આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ હોય અને ફરતા ફરતા જવાબો આપેલ હોય અને રિક્ષા બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી મજકુર ઇસમએ ઉપરોકત રિક્ષા ચોરી છુપીથી કે છેતરપીંડીથી મેળવેલ હોવાનુ જણાતુ હોય જેથી મજકુર ઇસમ પાસેથી મળી આવેલ *રિક્ષાની કિ.રૂા.૩૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કેત તરીકે કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]