ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ અને ઉપ પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડા ના અધ્યક્ષ - At This Time

ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ અને ઉપ પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડા ના અધ્યક્ષ


શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ અને ઉપ પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડા ના અધ્યક્ષ સ્થાને તારીખ ૨૧/૨૨.૧૨.૨૦૨૪ બે દિવસ સુધી શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ) નુ વાર્ષિક અધિવેશન રતન સાગર હોલ, પોરબંદર મુકામે રાખવામા આવેલ હતુ. તેમા કચ્છ થી લઈને મુંબઈ ખારવા સમાજ ના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમા ગુજરાતના સમુદ્ર ને પ્રદુષણ મુકત બનાવવા જેતપુર ના ટેક્ષટાઈલ ઉઘોગ ના ઝેરી પાણી પોરબંદર ના સમુદ્ર મા ઠાલવવાની યોજનાને રદ કરવા બાબત તથા ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના લોક હિતાર્થે ચર્ચા-વિચારણા કરવામા આવેલ હતી.
તા. ૨૧.૧૨.૨૦૨૪ શનિવારના રોજ બપોરે ૦૧:૦૦ વાગ્યે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા, ની આગેવાનીમા માંગરોળ સમાજના આગેવાન વેલજીભાઈ મસાણી તથા સમગ્ર દરીયાઈ પટ્ટીના પટેલોને લઈને પોરબંદર ના કલેકટરશ્રીને જેતપુર ના ટેક્ષટાઈલ ઉઘોગ ના ઝેરી પાણી પોરબંદર ના સમુદ્ર મા ઠાલવવાની યોજનાને રદ કરવા બાબતનુ આવેદન આપવામા આવેલ હતુ.
તા. ૨૨.૧૨.૨૦૨૪ રવિવારના રોજ જેતપુર કેમીકલ વોટર વિષે ચર્ચા-વિચારણા કરેલ જેમા એવુ નક્કી કરવામા આવેલ હતુ કે, ગુજરાત ના સમુદ્ર મા પ્રદુષણ થશે તો લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે અને સાથે –સાથે આરોગ્યને પણ ગંભીર અસર થશે. ફક્ત સાગરખેડુ જ નહી પરંતુ ભુમીખેડુત અને સર્વે લોકોને આની ખુબ જ માઠી અસર થશે અને ભવિષ્ય અંધકારમય થઈ જશે. માટે દરીયાઈ પટ્ટી ના દરેક ગામો એક તારીખ નક્કી કરી અડધો દિવસ સુધી પોતાના કામ-ધંધા બંધ રાખી ગામના દરેક સમાજ તેમજ સંસ્થાઓને સાથે રાખીને કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવા માટે જશે એવુ નક્કી કરવામા આવેલ. જો સરકારશ્રી આ બાબતનો વ્હેલીતકે ઉકેલ નહી લઈ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવુ અને જરૂર પડે તો કોર્ટનો સહારો પણ લેવામા આવશે.
આ મીટીંગ મા ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગમા) ના પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ - પોરબંદર, ઉપપ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા-વેરાવળ, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા-વેરાવળ, માંગરોળ ખારવા સમાજ ના પ્રમુખ ધનસુખભાઈ ગોસીયા, જાફરાબાદ ખારવા સમાજ ના પ્રમુખ ભગુભાઈ સોલંકી,વણાકબારા ખારવા સમાજના પ્રમુખ કિર્તીભાઈ ગોહેલ, ઓખા ખારવા સમાજ ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઘોઘલા ખારવા સમાજ ના પ્રમુખ ભરતભાઈ બામણીયા, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ મોહનભાઈ ભુતિયા, તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના દરીયાઈ વિસ્તાર તથા શહેરી વિસ્તારમા વસવાટ કરતા જામનગર, દ્વારકા, માંડવી, મુંબઈ, ભીડીયા, મુન્દ્રા, સુરત, જામસલાયા, સીક્કા, માંડવીસલાયા, ઉના, દિવ, મુળદ્વારકા, સુત્રાપાડા, નવાબંદર, માધવાડ, ધામરેજ, વરવાડા, આરંભડા, મીઠાપુર, બેટદ્વારકા, પોશીત્રા, ગાંધીધામ, ચોરવાડ, ખંભાત, ભરૂચ, અમદાવાડ, બરોડા અને તમામ નાના-મોટા ગામો ના પટેલો તેમજ પોરબંદર ખારવા સમાજ ના ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ જુંગી, પોરબંદર ખારવા સમાજના માજી વાણોટશ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટશ્રી હરજીવનભાઈ કોટીયા, માજી વાણોટશ્રી સુનિલભાઈ ગોહેલ, તથા પોરબંદર ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરશ્રીઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, અને ખારવા સમાજના માછીમાર આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પવનભાઈ જીવાભાઈ શિયાળ
પ્રમુખશ્રી
શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ
પોરબંદર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.