સુરેન્દ્રનગરના વેલાળા ગામમાં જીરામાં દવા છંટકાવ કરતા ખેડૂત યુવકનું મોત નિપજ્યું.
યુવકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ખેડૂતોને શિયાળુ પાક માં માવજતની જરૂરિયાત જણાય છે ત્યારે ખેતરમાં દવા છાંટી રહ્યા હતા ત્યારે ખેડૂતને જીરાના પાકમાં સુકારાનો રોગ આવ્યો હોવાના કારણે દવાના છટકાવ કરતી વેળાએ આ દવાની અસર થવાના કારણે ખેડૂત બેભાન બની ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે તે પહેલાં તેનું દવાની અસરના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે તાત્કાલિક માંગેની જાણકારી પોલીસ મથકે આપવામાં આવતા તે પણ દોડી અને ઘટના સ્થળ ઉપર આવી અને તેનું પંચનામું કરી અને તેને તાત્કાલિક અસર એ પીએમ માટે કસેડવામાં આવ્યો હતો જાણવા મળતી વિગતો અનુસાર વેલાડા ગામના ખેડૂત મંગાભાઈ ઝાલા નામના પોતાના ખેતર વાળીમાં હાલમાં છેલ્લા કેટલાક દિવસથી જીરામાં સુકારાનો રોગ આવ્યો હોવાના કારણે જીરામાં વહેલી સવારથી દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક આ દવાની અસર થઈ જતા તેઓ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા ત્યારે આજુ બાજુના ખેતર વાળા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને હજુ સારવાર માટે ખસેડવામાં આવે ત્યાં તેમનું અવસાન થયું હતું ત્યારે આ અંગેની જાણકારી પરિવારજનોને અને પોલીસ તંત્રને આપવામાં આવતા હાલમાં પોલીસ તંત્ર દ્વારા અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેમના મૃતદેહને પીએમ માટે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે ત્યારે ખેડૂતનું વધુ એક આ રીતે મોત નીપજતા ખેડૂતમાં પણ દુ:ખની લાગણી છવાઈ જવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.