દેવગઢબારીઆ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાથીઓ દ્વારા યોજાઈ જાગૃતિ રેલી - At This Time

દેવગઢબારીઆ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાથીઓ દ્વારા યોજાઈ જાગૃતિ રેલી


દાહોદ તા. ૧૮ સપ્ટેમ્બર - દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર સુશ્રી વૈશાલીબેન નીનામાની સૂચનાનુસાર તેમજ નગરપાલિકા વહીવટદારશ્રી સમીર પટેલના માર્ગદર્શન હેઠળ મુજબ,સફાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.

આ સાથે આજે દેવગઢબારીયા વિદ્યાર્થિઓ તેમજ સફાઈ સૈનિક તેમજ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. દેવગઢબારીયાના નુતન ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલી આ રેલી એક બત્તી થી સર્કલ થઇ ટાવર શેરી શુક્રવારી બજાર, કન્યા શાળા રોડ થઇ વિવિધ વિસ્તારોમાં ફરીને નગર પાલિકા કચેરીએ વિરામ પામી હતી. રેલી દરમિયાન વિવિધ પોસ્ટર્સ – બેનર્સ સાથે નાગરિકોને સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત ‘‘સ્વચ્છતાગ્રહી બનીએ, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીએ’’, ‘‘સહિયારા પ્રયાસોથી ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ’’ વગેરે સૂત્રોથી નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સફાઈ કર્મચારીઓ, નગરપાલિકાના સ્ટાફ સહિતના ફાયર વિભાગના કર્મચારીશ્રીઓ સહિત લોકો જોડાયા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.