જાયન્ટ્સ મોડાસા બેંક ઓફ બરોડા ગણેશપુર સંયુક્ત સરસ્વતી પ્રા.શાળા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પર્યાવરણ અંતર્ગત શિયાળામાં ખૂબ જ ઠંડી ઉનાળામાં ખૂબ જ ગરમી જે ગ્લોબલ વોર્મિંગના કારણે છે.આજે પૃથ્વી પર દરરોજ હજારો વૃક્ષો કપાય છે. જેને કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.પર્યાવરણ બચાવવા માટે સરકારી સંસ્થા તેમજ સામાજિક એનજીઓ સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.
આજરોજ મોડાસાની શૈક્ષણિક સંસ્થા શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા રત્નાદીપ શાખા ના ગ્રાઉન્ડમાં બેંક ઓફ બરોડા ગણેશપુર તેમજ સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા સંયુક્ત વિવિધ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોડાસા બેંક ઓફ બરોડા ગણેશપુર બ્રાન્ચ મેનેજર સંદીપ સર સામાજિક કાર્યકર નિતીન જોષી સરસ્વતી પ્રાથમિક શાળા મંડળના પ્રમુખ નિલેશ જોષી ઉપપ્રમુખ નાનાલાલ પ્રજાપતિ રમેશભાઈ કડીયા મંડળ સભ્યો જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રદીપ ખંભોળજા જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર વિનોદ ભાવસાર કલ્પેશ પંડ્યા સર્વે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
