બોટાદ ખાતે પોષણ પખવાડા-૨૦૨૩ ની ઉજવણીના આયોજનને અનુલક્ષીને બેઠક યોજાઈ
બોટાદ : પોષણ પખવાડા-૨૦૨૩
બોટાદ જિલ્લામાં પોષણ પખવાડાની ઉજવણીનું સુચારૂં આયોજન કરી સઘન અમલીકરણ કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડતાં જિલ્લા કલેક્ટર બી.એ.શાહ
પોષણ-સુખાકારી માટે મિલેટ, સ્વસ્થ બાળક સ્પર્ધા અને સક્ષમ આંગણવાડીની થીમો આધારિત પોષણ પખવાડાની ઉજવણી હાથ ધરાશે
બોટાદ ખાતે પોષણ પખવાડા-૨૦૨૩ ની ઉજવણીના આયોજનને અનુલક્ષીને બેઠક યોજાઈ
આજરોજ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષપદે જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ જિલ્લામાં ૨૦ મી માર્ચથી ૩ જી એપ્રિલ-૨૦૨૩ સુધી વિવિધ થીમો પર આધારિત પોષણ પખવાડાની ઉજવણીના સુચારૂં આયોજન અન્વયે જિલ્લાના સબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટર બી.એ.શાહે ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) શ્રીધાન્ય (મિલેટ) ને લોકપ્રિય બનાવવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. માર્ચ-એપ્રિલ ૨૦૨૩ની આ ઉજવણી અંતર્ગત પોષણ પખવાડા મિલેટના પોષક લાભો વિશેની માહિતી જનસમુદાયો સુધી પહોંચાડવા અને તેમને સંવેદનશીલ બનાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. આ ઉજવણી વિવિધ થીમો આધારીત ઉજવાશે જેમાં પોષણ-સુખાકારી માટે મિલેટ, સ્વસ્થ બાળક સ્પર્ધા અને સક્ષમ આંગણવાડીનો પણ સમાવેશ કરાયો હોવાનું જણાવ્યું હતું.
કલેકટરએ સૂચિત પ્રવૃતિઓમાં આંગણવાડી કેન્દ્ર ખાતે મિલેટ આધારિત વાનગી/ રેસીપી સ્પર્ધા, મિલેટ અને બેકયાર્ડ કીચન ગાર્ડનને પ્રોત્સાહન આપવાની ઝૂંબેશ, મિલેટના લાભો અંગે સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને સમુદાયને સંવેદનશીલ બનાવવાની ઝુંબેશ, કુપોષણ નાબૂદ કરવામાં મિલેટની ભૂમિકા વિષય પર કેન્દ્રિત નિબંધ,પ્રશ્નોત્તરી (કવીઝ) અથવા ચિત્ર સ્પર્ધા, મિલેટ અને કિશોરીઓના સ્વાસ્થ્યને સ્પર્શતો કિશોરીઓ માટેનો જાગૃતિ કાર્યક્રમ,શાળા કક્ષાએ મિલેટ મેળા,મિલેટ આધારિત તંદુરસ્ત આહાર પ્રથાઓ (પ્રાદેશિક અને ઋતુગત) પર જાગૃતિ શિબિર, જીવનશૈલી આધારિત રોગોની અટકાયત માટે જીવનશૈલીમાં ફેરફાર અને તેમાં મિલેટની ભૂમિકા અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવા, મિલેટના રોજીંદા ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિવિધ આરોગ્ય સુવિધાઓ પર આહાર પરામર્શ કેમ્પનું આયોજન કરવા ઉપરાંત પોષણ પખવાડા દરમિયાન સમુદાય આધારિત કાર્યક્રમો (CBE), સાયકલ રેલી/પદયાત્રા/પ્રભાતફેરી, સ્વ-સહાય જૂથો (SHG) સાથે મિટીંગો, પોષણ વર્કશોપ/સેમિનાર, VHSND, યુવક મંડળો સાથે મિટીંગ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ/આયુષ, કિશોર/કિશોરીઓ માટે શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ સુનિશ્વિત કરી તેનું સઘન અમલીકરણ હાથ ધરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન મકવાણા અને પોષણ અભિયાનના જિલ્લા કો-ઓર્ડિનેટર વી.ડી.દુધરેજીયાએ પોષણ પખવાડા ઉજવણી-૨૦૨૩ના આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઝીણવટપૂર્વકની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમારે પણ આ બેકઠકમાં જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
બેઠકના અંતે જિલ્લા કલેક્ટર સહિત અમલીકરણ અધિકારીઓએ પોષણ અંગેના શપથ લીધા હતા.
આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક મકવાણા, નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી આર.કે.વંગવાણી,સી.ડી.પી.ઓ ઓ,મુખ્ય સેવિકાઓ, જિલ્લા પંચાયતનો ICDS વિભાગ સહિત જિલ્લાના સબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.