ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ગઈ કાલે વિજળીનાં કડાકા સાથે જોરદાર વરસાદ પડતાં રાવણતાલનાં ઝાડ ઉપર વીજળી પડતાં લોકોમાં ભયનો માહોલ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ગઈ કાલે વિજળીનાં કડાકા સાથે જોરદાર વરસાદ પડતાં રાવણતાલનાં ઝાડ ઉપર વીજળી પડતાં લોકોમાં ભયનો માહોલ


તા:1 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ગઈકાલે અચાનક બપોરે વાતાવરણ પલટો આવતાં અને ગરમીનાં બફારાના કારણે ઓચિંતા વાતાવરણમાં ફેરફાર થતાં ઞાજ-વિજ સાથેનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં બોડીદર ઞામની સિમ બાઞ વિસ્તારમાં મોરાસીયા કેશુરભાઇ વરજાંગભાઈનાં ખેતરનાં સેઢા ઉપર રાવણતાલનાં ઝાડ ઉપર વિજળી પડતાં આ ઝાડનાં પાંદડાઓ દાજી ઞયેલા જોવા મળ્યાં હતાં ત્યાં અચાનક વીજળી પડતાં આજુબાજુનાં અનેક ખેડૂતો સ્થળ ઉપર હાજર હતાં અને આ ખેડૂતો પાસેથી જાણકારી મેળવી હતી જેમાં ઓચિંતા ઝડપી વરસાદ પડતાંની સાથે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ઞયો હતો અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોને ઉભા પાક માટે પાણીની જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો પણ આ વરસાદ થવાથી ખુશ થયાં હતાં જેમાં ઓચિંતા વીજળી પડતાની સાથે આજુબાજુનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

ત્યારબાદ આજે સવારમાં 10 વાગ્યાનાં અરસામાં બોડીદર ગામમાં ખોડીયાર મંદિર ઞઢ વિસ્તારમાં દલિત સમાજમાં જીવાભાઇ રાઠોડના ધર્મ-પત્ની જે સવારમાં ભગવાનની અગરબત્તી કરતાં હોય જેમાં અગરબત્તીનો તણખલો ઓઢણી ઉપર ઉડતાં આ સામાન્ય તણખલાંએ આગનું સ્વરૂપ ધારણ કરતાં મોઢા ઉપર આગ પ્રસરી જતાં મોઢા ઉપર દાજ લાગી જવાથી તાત્કાલિક પરિવાર ભેગો થઈ જતાં અને જાગૃત પરીવાર પૂર્વ સરપંચ માનસિંહભાઈ રાઠોડ તેમજ આરોગ્યમાં ફરજ નિભાવતાં એમની દીકરીએ એક સેકન્ડની પણ સરક ચુકતા કર્યા વઞર 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બાજુમાં પેટ્રોલ વાળી ગાડીની ટાંકીનું ઢાંકણું પણ ખુલ્લું હતું ત્યાંથી આગ અટકી જતાં કોઈપણ જાનહાની ટળી હતી જેમાં ગઈકાલે બપોર બાદ અને આજે સવારમાં 10 વાગ્યે આવવાને આવાં વિજળી અને આઞના બે બનાવ બનતાં કોઇ જાનહાનિ જોવાં મળી નથી ત્યારે લોકોએ પણ હાચકારો લીધો હતો

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon