ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના ચમારડી ગામની ૧૪૦૦ વીઘા જેટલી ગોચરની જમીન પર ભૂમાફિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ - AT THIS TIME

ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના ચમારડી ગામની ૧૪૦૦ વીઘા જેટલી ગોચરની જમીન પર ભૂમાફિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ

Featured Video Play Icon ,
ભાવનગર જીલ્લા ના વલ્લભીપુર ના ચમારડી ગામ ની ગોચર ની જમીન ના મામલે માલધારી સામાજ આગળ આવ્યો છે ૧૪૦૦ વીઘા જેટલી ગોચર ની જમીન પર ભૂ માફિયા ઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જે ને કારણે માલધારી સમાજ દ્વારા આજે વલ્લભીપુર તાલુકા કચેરી ખાતે મોટી સંખ્યા માં આવેદનપત્ર આપી ધરણા યોજી ઉગ્ર વિરોધ કરી રહીયા છે માલધારીઓ માલઢોર લઈને નીકળ્યો હતા જોકે મંજુરી નહી હોવાથી પોલીસે માલઢોરને ખેતરમાં રોકી રાખ્યા અને માલધારીઓને એક ટેબલથી બીજા ટેબલ અધિકારીઓએ દેખાડ્યા હતા.

ભાવનગર જીલ્લા ના વલ્લભીપુર ના ચમારડી ગામ ની ૧૪૦૦ વીઘા જેટલી ગોચર ની જમીન પર ભૂ માફિયા દ્વારા છેલ્લા ઘણા સમય થી દબાણ કરતા માલધારી સમાજ હવે આક્રોશ માં આવી ગયો છે અને આજે ચમારડી ગામે મોટી સંખ્યામાં માલધારી સેના ના કાર્યકરો તેમજ માલધારી સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઇ ચમારડી થી વલ્લભીપુર સુધી રેલી યોજી નીકળ્યા હતા પણ પોલીસે મંજુરી નહી હોવાથી માલઢોરને ખેતરમાં રોકી રાખ્યા હતા પોલીસ સાથે વાટાઘાટો બાદ અંતે માલધારીઓ આગેવાન તાલુકા વિકાસ આધિકારી ને કચેરી એ પહોચી ગોચર ની જમીન પર છેલ્લા ઘણા સમય થી થયેલા દબાણ ને હટવા ની માંગ  સાથે આવેદનપત્ર આપ્યું હતું અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી બેસી ધરણા કર્યા હતા

ભાવનગરના ચમારડી ગામે ૩ વરસથી ગૌચર જમીન મામલે માલધારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે હાલમાં ગૌચર જમીન વિવાદ ઉકેલાયો નથી અને આ વિરોધમાં એક માલધારીનું પણ મોત નીપજેલું છે આજે માલધારીઓએ ગૌચર મામલે ચમારડીથી રેલી કાઢી હતી  આ રેલીમાં સમગ્ર ગુજરાત માલધારી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આગેવાનોએ તાલુકા વીકાસ અધિકારી સાથે ચર્ચા કરી હતી જોકે સિહોર પ્રાંતમાં આવતું હોવાથી આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી શિહોર સુધી પોહ્ચ્યા હતા પરંતુ ત્યાં પણ મામલો થાળે નહી પડતા આગેવાનો અંતે કલેકટરને રજૂઆત કરવા પોહ્ચ્યા હતા જો કે વલભીપુર તાલુકા પંચાયત હેઠળ હોવાથી તાલુકા પંચાયત અધિકારીએ ગૌચર જમીન છ માસ પહેલા આપી દેવામાં આવી છે પરંતુ તેમાં ડુંગરો હોવાથી માલધારીઓએ માલઢોર ચરાવવા માટે મુશ્કેલ હોઈ તેથી અન્ય જમીનની માંગણી કરી છે તંત્ર ગૌચર જમીન મામલે આંખ મીચામણ રમી રહ્યું છે માલધારીઓને ગેર માર્ગે દોરીને ડુંગરની જમીન ફાળવી દેવામાં આવી છે આવામાં ગામના માલધારીઓમાં રોષ ફેલાઈ ગયો છે

ભાવનગર જીલ્લો સરકાર સામે વિરોધનું કેન્દ્ર બિંદુ બની રહ્યો છે માઈનીંગ કેસ બાદ હવે ગૌચર જમીન મામલે ચાલતા આંદોલન ફરી જાગૃત બની રહ્યા છે ત્યારે ચમારડી ગએમ ગૌચર જમીનમાં છ માસ પહેલા તંત્રએ જમીન આપી પણ જમીનમાં આપ્યા ડુંગર કે જેમાં માલઢોર ચરાવવા મુશ્કેલ છે હવે સવાલ તંત્ર સામે સવાલ ઉભો થાય છે કે મૂળ ગૌચરની જમીન ક્યાં ગઈ શા માટે માપણી કરીને ડુંગર ગૌચર જમીનમાં ફાળવી દેવાયા. જોકે તંત્ર પાપ છુપાવવા માટે એકબીજાને ખો આપીને માલધારીઓને ઉલટા ચશ્માં પહેરાવી રહ્યા છે 
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »