ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરનો 69મો “મહાપરિનિર્વાણ દિવસ” ઉજવણી કરાઇ
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ભારત રત્ન પુરસ્કાર વિજેતા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સોમવારે કરવામાં આવી હતી. ભાવનગર મંડળના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, બાબા સાહેબનું અવસાન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું, જેને દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડિવિઝનલ ઑફિસમાં 06 ડિસેમ્બર, 2024 (શુક્રવાર)ના રોજ વહીવટી રજાના કારણે, 9 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ ભાવનગર ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસમાં બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાંશુ શર્મા સહિત ડીવીઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટનું મૌન ધારણ કર્યું. અધિકારીઓ અને કર્મચારીઓએ ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરીના મીટીંગ રૂમમાં બાબા સાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી..
9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.