રામાણીયા ગામ મધ્યે સ્વતંત્ર દિવસ ની ઉલ્લાસ ભેર ઉજવણી, સાસ્કૃતિક કાર્યક્રમ તથા બાઈક રેલી નો પણ આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l54abytuduuvrakg/" left="-10"]

રામાણીયા ગામ મધ્યે સ્વતંત્ર દિવસ ની ઉલ્લાસ ભેર ઉજવણી, સાસ્કૃતિક કાર્યક્રમ તથા બાઈક રેલી નો પણ આયોજન


મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે સ્વતંત્ર દિવસ નિમીતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રામાણીયા ગામ ના નવ યુવાન મિત્રો દ્વારા બાઈક રેલી નો ભવ્ય આયોજન

મુન્દ્રા તા.૧૫ રામાણીયા ગામ મધ્યે આજ રોજ ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પ્રથમ કે.જી.સાવલા હાઈસ્કૂલ મધ્યે ધ્વજ વંદન કરવા આવ્યો હતો જેમાં જૈન અગ્રણી એવા પ્રેમજી શિવજી રાભિયા (બચુભાઈ) ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો જેમાં રામાણીયા ગામ ના સર્વ સમાજના લોકો, સામાજીક તથા રાજકીય અગ્રણી ઓ અને નવયુવાનો ભાઈ ઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

ત્યાર બાદ છકોટી સ્થાનક પ્રાથમિક શાળા મધ્યે નાની બાળા ઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉપસ્થિત અગ્રણી નો અભિવાદન કરવામાં આવ્યો હતો

ત્યાર બાદ જૈન મહાજન ના અગ્રણીઓ તથા ગ્રામજનો અને નવયુવાન મિત્રો દ્વારા આઝાદીના ૭૫ વર્ષ થતાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા રેલી નો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો અને આ રેલીમાં દરેક સમાજના આગેવાનો તથા યુવાનો બહોળી સંખ્યા મા ઉપસ્થિત હતા.

રિપોર્ટ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા
મો. 9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]