ગીર ગઢડામાં 1 ઈંચ પ્રાસીમા મિની વાવાઝોડાં સાથે વરસાદ વાતાવરણમાં પલટો - At This Time

ગીર ગઢડામાં 1 ઈંચ પ્રાસીમા મિની વાવાઝોડાં સાથે વરસાદ વાતાવરણમાં પલટો


ગીર ગઢડા પંથકમાં મેઘરાજા વરસ્યા બાદ બે દિવસ ના વિરામ બાદ સવારથી ઉકળાટભર્યું વાતાવરણ વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગીર ગઢડા સહિતના આજુબાજુના ગામોમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો

જોકે સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી ગીર ગઢડા જરગલી ગામે વરસાદ વરસતા રસ્તા ઉપર તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે કેસરિયા સીમાસી સહિતના ગામોમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

સુત્રાપાડાના પ્રાસી તેમજ આસપાસના વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા હતા જેથી રસ્તા ઉપર પાણી દોડતા થયા હતા પ્રાચી ઉપરાત ટીંબી પાટીયા અલીદરા કુંભારીયા લાખાપરા ટોબરા ખંભા સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ પડયો હતો ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં લાગી ગયા હતા

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon