લુણાવાડા તાલુકા પો.સ્ટે.મા ગુમ થયેલ મહિલાને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી લુણાવાડા તાલુકા પોલીસ - At This Time

લુણાવાડા તાલુકા પો.સ્ટે.મા ગુમ થયેલ મહિલાને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી લુણાવાડા તાલુકા પોલીસ


મે નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ નાઓની બાળકો, મહિલા સબંધીત ગુમ/અપહરણ ગુન્હાઓમાં તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આધારે, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, મહિસાગર જિલ્લો નાઓની રાહબરી હેઠળ જિલ્લા વિસ્તારમાં ગુમ/અપહરણ બાળકો/સ્ત્રી અંગેના બનાવોને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ જે આધારે કમલેશ વસાવા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા તાલુકા પો.સ્ટે. જાણવા જોગ નં.૦૪/૨૦૨૫ ના કામે ગુમ થનાર મહિલા શીત્તલબેન ડો/ઓફ કમલેશભાઈ પરાગભાઈ વણકર. તા. લુણાવાડા નાઓની ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા ગુમ થનાર મહિલા કચ્છ-ભુજ જિલ્લાના કેરા ગામે હોવાની હકિકત જાણવા મળેલ જે આધારે એ.એન.નિનામા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર નાઓએ પોલીસ સ્ટેશનથી ટીમ બનાવી તપાસમાં તાત્કાલીક જવા રવાના કરેલ.જે આધારે ગુમ થનાર મહિલાની હકિકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા મહીલા મળી આવેલ હતી.અને
તેના માતા પિતાને સોપવામાં આવેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image