ગાંધીનગર ના જુના સચિવાલય મા નવા બ્લોક બનાવવા માટે સરકારે વૃક્ષો નું નિકંદન કાઢયું - At This Time

ગાંધીનગર ના જુના સચિવાલય મા નવા બ્લોક બનાવવા માટે સરકારે વૃક્ષો નું નિકંદન કાઢયું


ગાંધીનગર મા આવેલા જુના સચિવાલય મા સ્માર્ટ સિટી બનાવવા માટે અને વિકાસ કરવાના નામે હજારો ઘટાદાર વૃક્ષો નું નિકંદન કાઢી દેવાયું.

જૂના સચિવાલય ખાતે છેલ્લા ઘણા સમય થી નવા બ્લોક બનાવવાની કામગીરી ચાલુ છે જે માટે આસપાસ ના વિસ્તાર માં ઉગેલા વડ, લીમડો વગેરે જેવા મોટા અને ઘટાદાર વૃક્ષો ને કાપી અને તેનો ભોગ લેવામાં આવ્યો છે.

ગાંધીનગર એક સમયે વિશ્વ મા વૃક્ષો થી ભરપુર હોવાથી ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું હતું અને અત્યારે વિકાસ ના નામે ગટર વ્યવસ્થા, રસ્તાઓ, વગેરે બનાવવા માટે વૃક્ષો કાપી અને નિકંદન કાઢવામાં આવે છે જેને લઇ ને ગાંધીનગર ના પ્રકૃતિ પ્રેમીઓની લાગણી ને ઠેસ પહોંચતા રોષ ની લાગણી વ્યક્ત કરતા કલેકટર શ્રી ને રૂબરૂ મા વૃક્ષો ને કાપતા અટકાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ગાંધીનગર મા વસવાટ કરતા રહેવાસી ઓ ને પ્રદૂષણ અને વિનાશક વિકાસ ખૂબ કપરું થઈ પડે તેવી પરિસ્થિતિ થયેલ છે. હવે આ વિનાશક વિકાસ અટકશે કે નહિ તે એક ગંભીર પ્રશ્ન છે જે વિશે વિચારવું રહ્યું...


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.