શૌર્ય શક્તિ ભક્તિ નો ત્રિવેણી સંગમ એટલે સરલા ઈતિહાસ ગાથા ધરાવે છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l2i4nryquon1p4br/" left="-10"]

શૌર્ય શક્તિ ભક્તિ નો ત્રિવેણી સંગમ એટલે સરલા ઈતિહાસ ગાથા ધરાવે છે


*શૌર્ય શક્તિ અને ભક્તિ નો ઈતિહાસ ધરાવતું સરલા ગામ*

*સરલાનો સિમાડા માં થી દુશ્મન પરત જાય તો હું આલેગ કરપડો નહીં*

મુળી તાલુકાનાં સરલા ગામ એટલે ત્રિવેણી સંગમ જેમ શૌર્ય શક્તિ અને ભક્તિ ધરાવે છે આજે ઈતિહાસ માં સરલા નું ઉજળું નામ વિષે માહિતી મેળવીશું
સરલા મુળ ચોટીલા હેઠળ ખાચર કાઠી દરબાર ની સતા માં રહેલ ત્યારબાદ કરપડા શાખા નાં કાઠી દરબાર હેઠળ સતા માં રહેલ જેમાં સરલા નાં રાણા કરપડા નાં પુત્ર આલેગ કરપડો જેની શુરવિરતા અને શૌર્ય કથાઓ ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ની રસધાર માં વર્ણવી છે જેમાં ઈતિહાસ માં ઉજળું નામ ધરાવે છે જેઓ યુધ્ધ માં કાયમ સેનાપતિ ઉપર જ હુમલો કરતાં હતાં જેમાં બે યુધ્ધ લડેલા અને મોરબી સામે યુધ્ધ માં તેઓ ઘાયલ થયેલા અને ત્રણ દિવસ મોત ને રોકી અને ચાલી ને સ્મશાન પહોંચી ચિતા માં સ્વયં ચડેલા હોય અને એક વચન આપ્યું હતું કે યુધ્ધ માં કરપડાઓ ને કોઈ દિવસ ઉલ્ટી નહીં થાય તે આજદિન સુધી જોવા મળે છે વધું વાત જાણવાં માટે સૌરાષ્ટ્ર ની રસધાર માં વર્ણવી છે તેઓ ની ખાંભી પાળિયા હાલ તળાવ પાળે શિવ મંદિર પાસે છે અને પુજા અર્ચના સાથે કંસુબો પાવાની માનતાં રાખવામાં આવે છે અને અનેક યાત્રાળુઓ દર્શન કરવા આવે છે

સરલા ગામે રાજગોર બ્રાહ્મણ માં ગોવિંદ ભગત એક સંત કબીર સંપ્રદાય માં થયેલા તેઓ નાં પરચા અપરંપાર છે અને ભજનો પણ અનેક મળે છે તેઓએ ધાંગધ્રા નાં રાજા અમરસિંહ ઝાલા ને ભક્તિ માર્ગ અપનાવવામાં મુખ્ય રહેલાં અને અમરસિંહ ઝાલા નાં અનેક ભજનો ગવાય છે અને તેઓ કાયમ ભક્તિ માર્ગ અપનાવેલ હતો તેઓ ની સમાધી સ્થળ હાલ સરલા મુકામે છે અને કબીર સંપ્રદાય મંદિર રાજકોટ હેઠળ આ સમાધી સ્થળ ની દેખરેખ હેઠળ પુજા અર્ચના થાય છે હરીભાઈ સોલંકી સેવા આપી રહ્યા છે ખુબ સરસ અને વૃક્ષો થી ઘટાટોપ વચ્ચે સમાધી સ્થળ આવેલ છે આ સાહેબ સંપ્રદાય પરંપરા ઉમરડા થી આવેલ જેમાં રામા ભગત કોયા ભગત સુરા ભગત વાલીબાઈ સહિત સમાધીઓ અંહી જોવા મળે છે

કોમી એકતા નું પ્રતિક એવાં ગંજપીર દાદા જેઓ નું બહું મોટું સ્મારક સરલા મુકામે આવેલ છે લોક વાયકા મુજબ મુળ પરમાર ગજજી નાં ગાયો ની વહારે શહિદી વહોરી હતી અને મુસ્લિમ ધર્મ અનુસાર દરગાહ આવેલી છે અને પુજા અર્ચના માટે ફકીર દ્વારા કરવામાં આવે છે અને આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ નાં સેવકો અવિરત પ્રવાહ ચાલુ છે અને ઉર્ષ પણ ઉજવણી બંને ધર્મ નાં લોકો સાથે ઉજવે છે ખુબ સરસ વિકાસ આ ગંજપીર દાદા ની દરગાહ નો થયો છે
સરલા માં પટેલ સમાજ નાં અગ્રણી એવાં ગોવિંદભાઈ અમરશીભાઈ પટેલ પણ એક મંત્ર ઉતારેલ કે ટુકડો ત્યાં હરિ ઢુકડો જેમ અવિરત હરીહર કરાવે છે એટલે કે સરલા ગામે થી કોઈ સાધુ ભિક્ષુક ભુખ્યા પેટે જતાં નથી એટલે તેઓ પણ ગોવિંદ ભગત થી ઓળખ સૌરાષ્ટ્રમાં ધરાવે છે સિમેન્ટ પાઈપ ની ફેક્ટરી ધરાવતા અને કમાણી તમામ સાધુ સંતો ગરીબો પાછળ ખર્ચ કરી નાંખતા હતા તેમાં તેઓ કપડાઓ બિમારી માં હોસ્પિટલ થી દવા સહિત સેવા કરે છે અને દરરોજ બે ટાઈમ હરીહર કરાવે છે અને એમનાં સેવા પ્રવૃતિ થકી જગદગુરુ શંકરાચાર્ય પણ અહીં પધાર્યા હતા
સરલા ગામે હાલ આલેગ કરપડા ખાંભી પાળિયા સ્મારક, ગોવિંદ ભગત સહિત સમાધી સ્થળ,ગંજપીર દાદા ની દરગાહ, સ્વામિનારાયણ મંદિર, રામજીમંદિર,ગેબેશ્વર મહાદેવ મંદિર, સહિત અનેક ઈતિહાસીક ધરોહર જોવા મળે છે ‌‌

દુહા..

આલેગડો આકાશ વાળો વઢવડીયુ કરે
કાઠી કાયા પાસ રઢ ન મેલે રાણાઉત

ઘાયલ ઘરે આવ્યો તું એક રાણ તણાં
તે દી મોત ને રોક્યું માણા અઢી દાડા આલગા

મહેરામણ મુક્યા પછી સરલે હતી સુવાણ
કુજડીયુ ને થ‌ઈ કપાણ વાઘો જાતા વાળાઉત
રેણું રૂપિયા તણું થાળ ઘણેરો થાય
માણું મેળાવા માંય કુંજર હોય કરપડા

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]