કોમર્સ કૉલેજ, મોડાસાની એસ.એસ.એસ. શિબિરનું સમાપન કાર્યક્રમ યોજાયો - At This Time

કોમર્સ કૉલેજ, મોડાસાની એસ.એસ.એસ. શિબિરનું સમાપન કાર્યક્રમ યોજાયો


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઑફ કોમર્સ, મોડાસા સંલગ્ન એન.એસ.એસ. યુનિટની ખાસ વાર્ષિક શિબિર 'મારું ગામ: દૂષણમુક્ત, પ્રદૂષણમુકત ગામ' કોલવડા મુકામે યોજાઈ હતી. આ શિબિરનો સમાપન સમારોહ તા:૧૧/૦૧/૨૫ ના રોજ લૉ કૉલેજ, મોડાસાના આચાર્ય ડૉ.રાજેશ વ્યાસ, ધનસુરા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ, હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલ, સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ, કૉલેજના કા. આચાર્ય ડૉ. મોહનભાઈ પટેલ તથા કૉલેજ અને શાળા પરીવાર તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ શિબિર દરમ્યાન થયેલી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કોલેજની સામાજીક જાગૃતિની પ્રવૃત્તિઓને ઘ્યાને રાખી રોટરી ક્લબ મોડાસા તથા લાયન્સ ક્લબ, મોડાસા દ્વારા અનુક્રમે Outstanding Performance Award તથા ISR Excellence Award એનાયત કરવામાં આવ્યો હતો. શિબિર સંચાલક ડૉ. ઈલાબેન સગર તથા પ્રા. અમિત વસાવા એ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.