અમરેલી શહેરમાં થયેલ મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી મોટર સાયકલ ચોરી કરતા ઇસમજાલણભાઇ ઉર્ફે ભરત ગોવિંદભાઇ માવલીયા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે,અમરેલી કુકાવાવ જકાતનાકા, સુળીયોટીંબો, તા.જી.અમરેલી વાળા ને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ગુનો ડીટેકટ કરતી અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલન્સ ટીમ.
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ – શોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય,જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ/ચા પો.ઇન્સ.એમ.એ.મોરી સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલન્સ ટીમ દ્વારા તેમજ અમરેલી કમાંડ કંટ્રોલ (નેત્રમ) દ્વારા સી.સી.ટી.વી.ની મદદથી તથા અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી કુકાવાવ જકાતનાકા સુળીયોટીંબો પરથી એક ઇસમના કબ્જામાંથી અમરેલી શહેર પો.સ્ટે.ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૬૮૧/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ ના ગુનાના કામે અમરેલી શહેરમા સીટીસર્વે ઓફીસના પાકીંગ માથી ચોરી થયેલ એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી.નંબર GJ-01 F1-5255 આરોપી સાથે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરેલ છે.આરોપી તથા કબ્જે કરેલ મુદામાલ પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ (૧) જામનગર એ – ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૪૨/ ૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૭૯ (૨) જામનગર બી – ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં ૧૮૦/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૭૯ (૩) જામનગર બી- ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં,૨૧૭/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૭૯ આરોપી – જાલણભાઇ ઉર્ફે ભરત ગોવિંદભાઇ માવલીયા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે,અમરેલી કુકાવાવ જકાતનાકા, સુળીયોટીંબો, તા.જી.અમરેલી વાળા પાસેથી કબ્જે કરેલ મુદામાલ એક કાળા કલરનું અને સીલ્વર પટ્ટા વાળુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર GJ-01-FJ- 5255 જેના ચેચીસ નંબર 32883 તથા એન્જીન નંબર 36938 કિ.રૂા .૭૦૦૦/ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ તથા અમરેલી કમાંડ કંટ્રોલ (નેત્રમ) ના સ્ટાફના સહયોગથી કરેલ છે
રિપોર્ટ :- અશ્વિન બાબરીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.