રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી 55 કિલો ચાંદી સાથે ડિલેવરી બોય ઝડપાયો
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી વ્હેલી સવારે રેલ્વે એલસીબીની ટીમે 55 કિલો ચાંદી સાથે રાજકોટના ડિલેવરી બોયને ઝડપી પાડી રૂ.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ડિલેવરી બોય પાસે ચાંદીના જથ્થાનો આધાર ન હોવાથી પોલીસે હાલ ચાંદી કબ્જે કરી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ, રેલ્વે એલસીબીના પીએસઆઈ જયુભા પરમાર ટીમ સાથે મોડી રાતે રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ, પૃથ્વીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, જયવીરસિંહ સહિતના સ્ટાફને પ્લેટફોર્મ પર એક શંકાસ્પદ પાર્સલ કુરીયર મારફત ટ્રેનમાં રવાના થવાનું હોય બાતમી મળતાં રેલ્વે એલસીબીની ટીમે પાર્સલ અને તેની સાથે રહેલ શખ્સની અટક કરી પાર્સલમાંથી ચાંદી મળી આવતાં જેનો વજન કરતાં 55 કિલો ચાંદી હોવાનું સામે આવ્યું હતું.
જેથી પાર્સલ લઈ આવેલા શખ્સનું નામ પૂછતાં છોટુ શર્મા (રહે. પટેલનગર,4 સોરઠીયા વાડી સર્કલ પાસે, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે ચાંદીના જથ્થાના આધાર પુરાવા માંગતા તે રજૂ ન કરી શકતા હાલ તે શખ્સની ધરપકડ કરી રૂ.24 લાખની ચાંદી શક પડતી મિલ્કતના આધારે કબ્જે કરી હતી. એલસીબીની ટીમે ચાંદીના જથ્થા સાથે પકડાયેલ ડિલેવરીબોયને સકંજામાં લઈ ચાંદી રાજકોટના વેપારીનું છે કે બહારથી આવેલ છે.
તેમજ ચાંદીનો જથ્થો ટ્રેન મારફતે ક્યાં રવાના કરવાનો હતો તે અંગે વિષેશ પૂછતાછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બુલિયન માર્કેટના વેપારીઓ સુરક્ષિત રીતે દાણચોરી કરવાં માટે રેલ્વેને સુરક્ષિત ગણતાં હોય છે પરંતુ રેલ્વે પોલીસ પણ તેટલી જ સક્રિય રહી દાણચોરીના ધંધાનો પર્દાફાશ કરતી હોય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.