મોડાસા ITI ખાતે એડવાન્સ સર્ટિફિકેટ કોર્ષ ઈન ડ્રોન મન્યુફેકચરીંગ એન્ડ એસેમ્બ્લી પ્રોગ્રામ શરુ થયો .
અરવલ્લી જિલ્લામાં મોડાસા ITI ખાતે 'એડવાન્સ સર્ટિફિકેટ કોર્ષ ઈન ડ્રોન મન્યુફેકચરીંગ એન્ડ એસેમ્બ્લી' પ્રોગ્રામ શરુ થયો.
ડ્રોન ઉડ્ડયનથી લઈને એસેમ્બ્લી અને જાળવણી સુધીના અભ્યાસક્રમો સમાવિષ્ટ.
સરકાર AI, રોબોટિક્સ, IoT અને ડ્રોન જેવા ઇન્ડસ્ટ્રી 4.0 ક્ષેત્રો માટે કૌશલ્યવાન કાર્યબળ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
અરવલ્લી જિલ્લામાં મોડાસા ITI ખાતે 'એડવાન્સ સર્ટિફિકેટ કોર્ષ ઈન ડ્રોન મન્યુફેકચરીંગ એન્ડ એસેમ્બ્લી ' શરુ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે.રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવામાં આવશે. ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને 25 હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન થશે.ITI મોડાસા ખાતે કોચ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસએમ્બલ કરતા શીખવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ રૂચી દાખવીને શીખી રહ્યા છે.સરકારનો હેતુ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ‘ડ્રોન્સની શાળા’ સ્થાપિત કરવાનો છે,જેમાં સમગ્ર ડ્રોનના મૂલ્ય-શ્રેણીનો સમાવેશ થાય છે. ડ્રોન ઉડ્ડયનથી લઈને એસેમ્બલી અને જાળવણી સુધીના અભ્યાસક્રમો મૂલ્યવર્ધિત સેવાઓને પણ આવરી લેવામા આવી છે.
ડ્રોનનો ઉપયોગ
ડ્રોનની વૈશ્વિક પહોચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટમા ઉપયોગ થાય છે.ખેતીમાં ડ્રોન ના ઉપયોગમા જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion.ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ.તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા.સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા.જેવા અનેક વિભાગોમાં ઉપયોગ કરવામાં આવે છે. અને આવનારા સમયમાં રોજગારીની તકો પુરી પાડવામાં આવશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.