કારખાનેદારે તબીબ યુવતીને બ્લેક મેઇલ કરી 1 લાખ પડાવ્યા, ધરપકડ
નવરાત્રિમાં પણ પીછો કરી હેરાન કરતો હતો
વલસાડ એમબીબીએસનો અભ્યાસ પૂરો કરી રાજકોટમાં રહેતી યુવતીએ નાનામવા રોડ પર નેહરૂનગરમાં રહેતો કારખાનેદાર હેમિલ હસમુખભાઇ પાદરિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એમબીએસનો અભ્યાસ પૂરો કરી હાલ પીજીનો અભ્યાસ કરતી હોય એક વર્ષ પહેલાં વલસાડ અભ્યાસ વેળાએ હોસ્ટેલમાં રહેતી હોય તેને ઇન્સ્ટાગ્રામમાં હેમિલ નામના આઇડીમાં ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. દરમિયાન તેને તપાસ કરતા સ્કૂલ સમયમાં સાથે અભ્યાસ કરતો હેમિલ પાદરિયા હોય તેને રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી.
દરમિયાન હેમિલ સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતા હોય ત્યાર બાદ તેને મોબાઇલ નંબર આપ્યા હતા અને અમારી વચ્ચે ફ્રેન્ડશિપ થઇ હતી. ત્યારબાદ 2019માં હેમિલ તેને વલસાડ મળવા માટે આવ્યો હતો અને તેને કહ્યું કે, મારી સાથે ફ્રન્ડશિપ રાખ નહીંતર તારા પપ્પા અને પરિવારને મારી નાખીશ. ત્યાર બાદ તેને વલસાડમાં આવેલા તીથલ બીચ પર બોલાવી હતી અને બન્નેના ફોટા પાડી લીધા હતા. બાદમાં અભ્યાસ પૂરો કરી રાજકોટ આવતા હેમિલ મને હેરાન કરતો હતો અને કહેતો કે, તારા અગાઉના ફોટા મારી પાસે પડ્યા છે. તે વાઇરલ કરી દઇશ. તેમ કહી તેની પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા. જેથી ડરી જઇ યુવતીએ ઓનલાઇન રૂ.30 હજાર આપ્યા હતા ત્યાર બાદ અવારનવાર રૂપિયાની માંગ કરતો હોય ફરી 30 હજાર આપ્યા હતા અને વધુ ધમકાવી રૂ.40 હજાર પડાવ્યા હતા. ત્યાર બાદ મારા ફોટા ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅેપ પર મોકલ્યા હતા અને વાઇરલ કરવાની ધમકીઓ આપી હતી. બાદમાં મારા માતા-પિતાને જાણ થતા તેને હેમિલને સમજાવ્યો હતો, પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોટા વાઇરલ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
