કમોસમી વરસાદ માં ખેડૂતો ને થયેલ નુકસાની નો સર્વ કરાવીને વળતર આપવાની માંગ કરતા રામસોજીત્રા - At This Time

કમોસમી વરસાદ માં ખેડૂતો ને થયેલ નુકસાની નો સર્વ કરાવીને વળતર આપવાની માંગ કરતા રામસોજીત્રા


પરમ આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર
જુનાગઢ જિલ્લા ના અમુક તાલુકામાં ભયંકર કમોસમી વરસાદને કારણે થયેલ ખેડૂતને નુકસાન બાબત
જય ભારત સાથ ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલ અતિ ભારે મીની વાવાઝોડા ના રૂપમાં કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોના ઉભા પાકમાં ભયંકર નુકસાની થયેલ છે જેવા કે કેરીના બગીચા,ધાણા, ઘઉં, તુવેર, ચણા, લસણ, ડુંગળી, વિગેરે શિયાળુ પાકોમાં આ કમોસમી વરસાદને કારણે ખૂબ જ મોટું નુકસાન થયેલ છે મારી આપ સાહેબને નમ્ર અરજ ખેડૂતોને થયેલ નુકસાનનું જિલ્લા કક્ષાએથી જે તાલુકામાં નુકસાન થયેલ છે તે તાલુકા નું તાત્કાલિક સર્વે કામ કરાવવું જરૂરી છે અને સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાન નું વળતર મળે તે બાબતે આપ સાહેબ ઘટીત કાર્યવાહી કરશો તેવી સમગ્ર ગુજરાતના ખેડૂતોની નજર આપ સાહેબ પર છે,, ખેડૂતનો દીકરો ક્યારેક ખોટી માગણી કરતો નથી પરંતુ રાત દિવસ મહેનત કરીને અને પકવેલ પાકને હાથમાં ન આવ્યો તે બાબતે હૈયાફાટ રૂદન કરે છે, માત્ર આપ સરકારની સામે બિચારો અને બાપડો ખેડૂત મીટ માંડીને બેઠો છે અમારી સરકાર છે, ખેડૂતોની સરકાર છે, અમારી વહારે જરૂર આવશે, આવી આશા સાથે આપ જલ્દીથી જલ્દી સર્વે કામગીરી કરાવશો એ જ આશા સહ અપેક્ષા
રામભાઈ સોજીત્રા પ્રમુખ જુનાગઢ જિલ્લા ભાજપા કિસાન મોરચો

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.