મુળી ના ભેટ અને જાબુંડીયા ગામના સરકારી જમીન ઉપર કાર્બોસેલ ખનિજ નો એક હજાર ટન જથ્થો નો માલિક કોણ?
*મુળી ના ભેટ અને જાબુંડીયા ના સિમાડે એક હજાર ટન ગેરકાયદેસર કાર્બોસેલ નો માલિક કોણ?*
*ત્રણ મજુર ના મોત બાદ કાર્બોસેલ નો સ્ટોક બાબતે ખાણ ખનીજ વિભાગ ની કાર્યવાહી શંકાસ્પદ*
મુળી ના ભેટ ગામે ગત ૧૩ જુલાઈ ના ગેરકાયદેસર કાર્બોસેલ કોલસો ની ખાણમાં અકસ્માતમાં ત્રણ મજૂરોના કમકમાટી ભર્યા મોત થયા હતા બાદ આ ભેટની અનેક ગેરકાયદેસર ખાણો નો કાર્બોસેલની અન્ય જગ્યાએ સ્ટોક કરવામાં આવેલ છે અંદાજીત એક હજાર ટન જેટલો કાર્બોસેલ નો જથ્થો હાલ પણ ભેટ અને જાબુંડીયા ના સિમાડે ઉપર સરકારી જમીન માં ઉપર ઘાસ અને કાગળ ઢાંકી રાખવામાં આવેલ છે જે ભોપાભાઈ વાલજીભાઈ ની વાડી પાસે હાલ સ્ટોક કરેલ છે ત્યારે અનેક સવાલો ખાણ ખનીજ વિભાગ ના અધિકારી સામે પેદા થાય છે કે આ ગેરકાયદેસર ખનીજ કાર્બોસેલ ને કેમ જડપી પાડવામાં ન આવ્યો કે સીલ કરવામાં ન આવ્યો? ખરેખર આ કાર્બોસેલ ખનિજ જથ્થો કયા ખનીજ માફીયાઓ નો છે? અત્યાર સુધી કેમ જથ્થો કબ્જે કરેલ નથી? જેવા સવાલો પેદા થાય છે ત્યારે આ જથ્થો ન જપ્ત કરવામાં આવે તે માટે કેટલો વહિવટ થયો છે આ બાબતે ખાણ ખનીજ વિભાગ ના અધિકારી સંડોવાયેલા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ જથ્થો નો વિડીયો ભેટ ના જાગૃત નાગરિક તરફથી વિડીયો વાયરલ કરવામાં આવેલ છે અને ભેટ ગામલોકો ની માંગ છે કે તટસ્થ તપાસ કરવામાં આવે તો ખનીજ માફીયાઓ ના નામ પણ ખુલ્લે તેમ છે અને જથ્થો જપ્ત કરી સરકાર ને સોપવામાં આવે તો લાખો રૂપિયાનો કાર્બોસેલ ખનિજ ની આવક પણ સરકાર ને થશે અને શંકાસ્પદ ભુમિકા ભજવનાર અધિકારી ઓના પણ તપેલા ચડી જાય તેમ છે અત્યાર સુધીમાં ભેટ ગામે કુલ -૬ મજુર ના મોત થઈ ચુકયા છે અને છેલ્લા ચાર વર્ષ થી ખનીજ ખનન વહન ગેરકાયદેસર ધમધમી રહ્યું છે ત્યારે અધિકારી ની મિલીભગત બહાર આવશે જ તટસ્થ તપાસ કરવામાં આવે તો
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.