કોડીનારમાં તસ્કરો ઝડપાયા: ખેતરોમાં બંધ રહેલા મકાનોની નિશાન બનાવી ખેતીવાડીના માલ સામાનની ચોરી કરતા બે માસથી ગ્રામ્ય વિસ્તારોની ભમરોલી રહ્યા હતા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં આવેલ ખેતરોના મકાનોને નિશાન બનાવી ખેતીવાડી ના સાધનોની ચોરી કરતી તસ્કર બે લડીએ એલસીબી ની ટીમ બાતમીના આધારે રીક્ષા, ભંગાર સહિત 1.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે આ તસ્કર બેલડીએ છેલ્લા બે મહિનામાં ચાર ખેડૂતોને ખેતરોમાં આવેલ ઘરોમાં ખાતર પાડી ચોરી કરી હોવાની કબુલાત આપતા અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલ્યો છે
LCBની ટીમ ઘણા દિવસથી આરોપીઓને શોધતી હતી છેલ્લા થોડા મહિનાઓથી જિલ્લાના કોડીનાર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારની સીમોમાં આવેલ ખેતરોમાં મકાનમાં ચોરીની ઘટનાઓ વધી હોવાથી ખેડૂતો અ સુરક્ષિતની લાગણી અનુભવી રહ્યા હતા આ બાબતે જિલ્લા પોલીસવાળા મનોહરસિંહ જાડેજા ની સૂચનાથી એલસીબી ની ટીમ કોડીનાર વિસ્તારમાં ધામા નાખી તપાસ કરી હતી દરમિયાન સ્ટાફને મળેલ બાતમીના આધારે સ્ટીમના નરેન્દ્રભાઈ કસોટ, શૈલેષભાઈ ડોડીયા, પ્રફુલભાઈ વાઢેર, રાજુભાઈ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, પ્રવિણસિંહ ઝંકાટીએ કોડીનાર બાયપાસ રોડ ઉપરથી પસાર થઈ પીયાગો રિક્ષામાં સવાર (૧) મુકેશ મૂળજી વાઘેલા રહેશે સત્યમ સોસાયટી કોડીનાર (૨) તુષાર બાબુભાઈ સોલંકી રહેશે શેઢાયા કોડીનાર વાળાની ઝડપી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી
રાત્રિના સમયે બંધ મકાનમાં ત્રાટકતા હતા. આ અંગે એલસીબી પીએસઆઇ કે જે ચૌહાણ એ જણાવેલ કે પકડાયેલ બંને શખ્સો પાસેથી 75 હજાર ની કિંમત નો ભંગાર નો મુદ્દા માલ મળી આવ્યો હતો જે અંગે તેઓની કરતા પૂછપરછ કરતા બંને છેલ્લા બે એક માસથી કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે આટા ફેરા કરતા ત્યારે જ્યાં ખેતરોમાં ખેડૂતોના મકાન બંધ દેખાય ત્યાં તાળા તોડીને અંદરથી ખેતીવાડીના માલની બાદમાં સોરી કરેલ માલ સામાન ભંગાર વાળાને વેસી દેતા હતા. આ બંને ચાર ખેડૂતોના બંધ મકાનમાં ચોરી કર્યા ની કબુલાત આપી હતી ચારેય ફરિયાદો કોડીનાર પોલીસમાં નોંધેલ હતી જેનો ભેદ ઉકેલ્યો છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.