તંત્રે શરતો ન માની હરાજી શરૂ કરી, 28 પ્લોટ રાઈડ માટે અપાયા

તંત્રે શરતો ન માની હરાજી શરૂ કરી, 28 પ્લોટ રાઈડ માટે અપાયા


લોકમેળામાં રાઈડની ટિકિટ, સમય કે દિવસો વધારવા વહીવટી તંત્રની ના

અપસેટ પ્રાઈઝથી રૂ.2000 સુધી જ બોલી લાગી, 81 લાખની થઈ આવક

રાજકોટ શહેરમાં લોકમેળો બે વર્ષ બાદ થઈ રહ્યો છે પણ છેલ્લા એક સપ્તાહથી યાંત્રિક રાઈડ સંચાલકોએ હરાજી અટકાવી રાખી ભાવવધારાની માગ કરી હતી પણ તંત્રે મચક ન આપી હરાજી શરૂ કરતા 44માંથી 28 પ્લોટ ફાળવી દેવાયા છે. યાંત્રિક રાઈડના 44 પ્લોટ માટે જુલાઈ માસના અંતમાં હરાજીની તારીખ અપાઈ હતી. જો કે ત્યારે યાંત્રિક રાઈડધારકોએ ટિકિટનો ભાવ જે 30 અને 40 રૂપિયા છે તે વધારવા માટે માગ કરી હતી. અધિકારીઓએ માગ ફગાવી દેતા સંચાલકોએ રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »