મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડીયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર નો શુભ આરંભ ખેડૂતો સહિતના લોકોમાં આનંદની લાગણી - At This Time

મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડીયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર નો શુભ આરંભ ખેડૂતો સહિતના લોકોમાં આનંદની લાગણી


મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડીયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર નો શુભ આરંભ કરવામાં આવેલ

તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં માર્કેટ ભાવ કરતા ઊંચા ભાવ મળતા આનંદની લાગણી

મેંદરડા તાલુકા ની શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી લી દ્વારા ઓન લાઈન નોંધણી થયેલ ખેડૂતો ને સરકાર તરફથી ખેડૂતો ની તુવેર ખરીદી નું કેન્દ્ર મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે સરુ કરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લા બી.જે.પી કિશાન મોર્ચા ના ઉપ પ્રમુખ ડો.બાલુભાઈ કોરાંટ ના વરદ હસ્તે ખરીદી કાંટા નું પૂજન શાસ્ત્રોક વિધિ દ્વારા કરવામાં આવેલ
આ પ્રસંગે ખેડૂત ને ફુલહાર પહેરાવી તુવેર ની ખરીદી ની શુભ શરૂઆત કરવામા આવેલ ત્યારે જૂનાગઢ જીલા પંચાયત ના પ્રમુખ હરેશ ભાઈ ઠુમ્મર,મેંદરડા પૂર્વ સરપંચ દિનેશ ભાઈ વેકરિયા, પૂર્વ મેંદરડા બીજેપી તાલુકા પ્રમુખ સંજય ભાઈ છોડવાડિયા તેમજ મંડળીના સભ્ય હમીર ભાઈ , ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા ભાજપ સરકાર ખેડૂતો ની સરકાર છે અને ખેડૂતના હિતમાં અનેક પ્રકારના કાર્યો કરી રહી છે

ત્યારે હાલ ઓપન માર્કેટ માં તુવેર ૨૦ કિલો ના ભાવ ૧૩૦૦ રૂપિયા છે ત્યારે સરકાર ટેકાના ભાવે ખેડૂત ની ૨૦/ કિલો તુવેર ૧૫૧૦/ રૂપિયા માં ખરીદે છે મેંદરડા તાલુકાના આશરે ૫૬૦૦ ખેડૂતો એ ઓન લાઈન નોંધણી કરેલ છે જેનો લાભ ખેડૂતો ને સરકાર દ્વારા મળવા પાત્ર છે તુવેર ખરીદીનું કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે

રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image