અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બાબરા પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૦/૨૦૦૮, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા.૦૫/૦૨/૨૦૧૩ ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પીઠડીયા ગામેથી મજકુર લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

ધીરૂભાઇ જીવરાજભાઇ ઉર્ફે જીવાભાઇ જીજુવાડીયા, ઉં.વ.૬૦, રહે.મુળ ગામ નવાણીયા, તા.બાબરા, જિ.અમરેલી હાલ રહે.પીઠડીયા, તા.ગોંડલ, જિ.રાજકોટ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, મનિષભાઇ જોષી, પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ. રાહુલભાઈ ધાપા, નિકુલસિંહ રાઠોડ, ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.