ભાભર ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. - At This Time

ભાભર ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.


આજરોજ તારીખ 23-1-2025 ના રોજ ભાભર ઘટક કક્ષાનો" પોષણ ઉત્સવ 2024" નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ , ભાભરના સીડીપીઓ, અને તેમજ ICDS નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અન્નપૂર્ણા માં ની આરતી થી કરવામાં આવી. મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ટીએચઆર, મિલેટ્સ અને સરગવા નો ઉપયોગ કરીને બનાવેલી 300 થી વધુ વાનગી નિદર્શન માટે મૂકવામાં આવેલ હતી. મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના એક થી ત્રણ નંબર અને ટી એચ આર વાનગીના એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ. આંગણવાડીના લાભાર્થી બાળકની માતા અને કિશોરી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image