ધાણક કોલેજ બગસરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી - At This Time

ધાણક કોલેજ બગસરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી


ધાણક કોલેજ બગસરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી

તા.08મી માર્ચના રોજ બગસરાની ધાણક કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને બે ભાગમાં વહેંચી પ્રથમ ભાગમાં વિદ્વાનોનાં વક્તવ્ય ગોઠવ્યાં હતાં. વિદ્યાર્થીનીઓમાં મૂલ્યોનું સિંચન થાય, તે હેતુસર આજના વિશેષ દિવસે કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.ડી.મોરી તથા મહિલા સશક્તિકરણનાં કો- ઓર્ડીનેટર ડૉ.નયનાબેન પટેલની રાહબરી હેઠળ "यत्र नार्यस्तु पूज्यंते, रमंते तत्र देवता:।"ની થીમને ચરિતાર્થ કરતા કાર્યક્રમનું આયોજન થયું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.ડી.મોરી સાહેબે મહેમાનોને આવકારી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમણે મહિલાઓને પુરૂષ સમોવડી બનવાનું આહવાન કર્યું હતું. ડૉ.મધુબેને બંને બ્રહ્માકુમારી દીદીઓનો તેમજ સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર અમરેલીનાં મુખ્ય સંચાલિકા બ્ર.કુ.ગીતાબેને "વર્તમાન સમયમાં વિદ્યાર્થિનીઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની જરૂરિયાત" વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું. તેમણે આ સમયે દીકરીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની જાય છે, તે માટે માનસિક તેમજ શારીરિક સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. બગસરા સેવાકેન્દ્રનાં મુખ્ય સંચાલિકા બ્ર.કુ.રસીલાબેને દીકરીઓને માતા-પિતાના વિશ્વાસને અકબંધ રાખી, અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું હતું. તેમણે નારી શક્તિને બિરદાવી બ્રહ્માકુમારીઝ સંસ્થાના વ્યવસ્થા તંત્રનાં વખાણ કરીને રાજીપો વ્યક્ત કર્યો હતો કે આ સંસ્થાનું સંચાલન મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે, જે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કોલેજની વિદ્યાર્થિનીઓને સંસ્થાની મુલાકાત લેવાનું ખાસ નિમંત્રણ આપ્યું હતું. ડૉ.ટ્વિંકલબેન દ્વારા પધારેલા મહેમાનો તેમજ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો આભાર માની આભારદર્શન કરવામાં હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.નયનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના બીજા ભાગમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 જેટલી વિદ્યાર્થિનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મહિલા સશક્તિકરણ દ્વારા વર્ષ દરમિયાન યોજાતી સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આ બંને કાર્યક્રમને સફળ બનાવવામાં ડૉ.નયનાબેન પટેલ, ડૉ.મધુબેન ફડદુ, ડૉ.ટ્વિંકલબેન મણવર તેમજ મોનાબેન ચાવડાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image