સમાજની દિકરીઓને નવો દ્રષ્ટિકોણ બતાવતી સંવેદનશીલ ગુજરાતી ફિલ્મ "વર્જીનીટી ડીલ" નો પ્રિમિયર શૉ - At This Time

સમાજની દિકરીઓને નવો દ્રષ્ટિકોણ બતાવતી સંવેદનશીલ ગુજરાતી ફિલ્મ “વર્જીનીટી ડીલ” નો પ્રિમિયર શૉ


સમાજની દિકરીઓને નવો દ્રષ્ટિકોણ બતાવતી સંવેદનશીલ ગુજરાતી ફિલ્મ "વર્જીનીટી ડીલ" નો પ્રિમિયર શૉ ૧૧,નવેમ્બર ૨૨ ના રોજ સાંજે  શ્રી બાલાજી મલ્ટીપ્લેકસ, અગોરા મૉલમાં યોજાયો. બધાં જ કલાકારો અને પરદા પાછળના કસબીઓ અમદાવાદ અને ગાંધીનગરનાં જ હોઈ, ગુજરાતના ફિલ્મ ઉદ્યોગ ને એક ઉંચાઈ બક્ષી છે. ગુજરાતના પ્રતિભાશાળી એક્ટરર્સ, ડિરેક્ટરર્સ, પ્રોડ્યુસરર્સ, સંગીતકારો, સિનેમેટોગ્રાફર્સ, અને ફિલ્મ ઉદ્યોગ સાથે  સંકળાયેલ તમામ પ્રકારના ગુણીજનોની હાજરી ખૂબજ નોંધપાત્ર હતી. સૌ ગુણીજનોએ  ફિલ્મની  કથાવસ્તુ  અને  સામાજિક સંદેશાની યોગ્ય  રજૂઆત વખાણી. સાથે  અદ્ભુત દિગ્દર્શન અને કલાકારોની કાબેલિયતની દાદ દીધી હતી.
પહેલીવાર ગુજરાતી ફલક પર RAP Song નું ફિલ્માંકન ખૂબજ સુંદર હતું. બાળકોનાં કૉમેડી સોંગે તો  થિયેટરમાં લોકોને  ડાન્સ કરવા ઉત્સાહિત કર્યા. અને લવ-સોંગના લીરીક્સ, કંપોઝીશન અને સુરીલા કંઠની જમાવટ તો એવી હતી કે યુવાધન થિયેટર બહાર પણ ગાતું સંભળાયું.  ત્રણ ગીતોએ  થિયેટરમાં ખાસ્સો રંગ  જમાવ્યો. ફિલ્મનું બીજું જમાપાસુ એના ચોટદાર  સંવાદો હતા. ઘણા બધાં ધારદાર સંવાદોને પ્રક્ષકગણની ઉત્સાહિત ચીસાચીસથી સમર્થન મળ્યું હતું. ટૂંકમાં "મિલેનીયા ફિલ્મ્સ" એ આ ફિલ્મથી હરણફાળ શરૂઆત કરી છે. ૨૦ વર્ષની હિરોઈન નિશા અને ૭૦ વર્ષના પણ છેલ-છોગાળા પરાગભાઈ એમની ફિલ્મી પહેરવેશમાં  અને  પોતાની જ ઢબમાં મીડિયા સાથે  વાતચીત  કરી. એમણે ફિલ્મના જન્મનું કારણથી  લઈને ફિલ્મ પૂરી થઈ  ત્યાં સુધીના સફરની રોમાંચક વાતો રજૂ  કરી. નિશાએ તો સચોટ ઉદાહરણ આપ્યું કે  આ રોલ થકી  એને જીવનમાં પ્રગતિ કરવાની  પ્રેરણા મળી છે  તો  એના જેવી  તો  સમાજમાં  કેટલી દિકરીઓ છે જેમને  આ લાભ થશે  ! કન્સેપ્ટ રાઈટર કમ લીડ એક્ટર  પરાગભાઈ તો કહે છે  એ Reel life માં જ નહીં  પણ  Real life માં  પણ  આ જ ગૉડફાધરનો  રૉલ ભજવી  રહ્યા છે.  ચોકલેટફેઇસ હિરો રોહન અને વિલનની ભૂમિકામાં તપને રંગ રાખ્યો. હિરો રોહન કહે છે  ફક્ત એન્ટરટેઈનમેન્ટ જ નથી  પણ  જીવનનો મર્મ દર્શાવતા આ ફિલ્મ  ફેમીલી વેલ્યુ સિસ્ટમ તરફ સરસ ઈશારો  કરે  છે. ફિલ્મ દિગ્દર્શક મિતાલીબેન જાની ફિલ્મની વાર્તાને  આજકાલ બની  રહેલ  ફિલ્મો કરતાં એક અલગ અંદાજમાં  રજૂ કરવામાં મહદ્ અંશે  સફળ રહ્યા છે. એમનું કહેવું છે કે  આજની જનરેશનની મહિલાઓની મનઃસ્થિતિ અને એનું નિરાકરણ, સૌને પસંદ આવે એવી રીતે રજૂ કર્યું છે. સંગીતકાર મહારાજાએ  રજૂ  કરેલ RAP સોંગની ખાસિયત અંદર વાપરવામાં આવેલી  જુદી  જુદી  ભાષાઓ છે. અને છેલ્લે  "તું અને તારી વાતો" ગીતની ઉંચાઈ તો  ફિલ્મને એવોર્ડ અપાવીને જ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.