જસદણના ભાડલા પંથકના કનેસરા ગામેથી ગુમ થયેલ માતા તથા બે બાળકોને ગણતરીના કલાકોમા જ ભાડલા પોલીસે શોધી કાઢયા - At This Time

જસદણના ભાડલા પંથકના કનેસરા ગામેથી ગુમ થયેલ માતા તથા બે બાળકોને ગણતરીના કલાકોમા જ ભાડલા પોલીસે શોધી કાઢયા


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના ભાડલા પંથકના કનેસરા ગામમાંથી ગુમ થયેલ માતા તથા બે બાળકોને ગણતરીની કલાકોમાં જ ભાડલા પોલીસે શોધી કાઢ્યા હતા રાજકોટ રેન્જના આઇ.જી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપુર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી “ પોલીસ પ્રજાનો મીત્ર છે " એ સુત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સુચના કરવામાં આવેલ હોય, જે અંતર્ગત તા.13/10/2024 ના રોજ વિરલભાઈ રામજીભાઇ જાદવ રહે.કનેસરા વાળાએ ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરેલ કે પોતાની પત્નિ તથા બે બાળકો ગઇ તા. 11/10/2024 બપોરના 2:00 વાગ્યાની આસપાસ ઘરેથી ક્યાંક જતા રહેલ હોય અને ફોન પણ બંધ આવતો હોય તેમ જાણ કરેલ જેથી ઉપરોકત બનાવની ગંભીરતા ધ્યાને લઇ શાપર ભાડલા પો.સ્ટે ના પો.સબ.ઇન્સ એ.એન.કામળીયાનાઓએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુમ થનાર ચંદ્રીકાબેન વિરલભાઇ જાદવ તથા દિકરી યશવંતી ઉ.વ.12 તથા દિકરો હીમાંશુ ઉ.વ.06 વાળાને અગલ અલગ જગ્યા પર લગાવેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરી તપાસ કરતા ગુમ થયેલ ચંદ્રીકાબેન વિરલભાઇ જાદવ તથા દિકરી યશવંતી તથા દિકરો હીમાંશુ જસદણ ખાતેથી મળી આવતા તેનુ તેના ઘર પરિવારના સભ્યો સાથે મિલન કરાવેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ આ કામગીરી ભાડલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એ.એન.કામળીયા પો.હેડ.કોન્સ સંજયભાઇ બોરીચા તથા ફુરકાનભાઇ ગીગાણી તથા મહીલા પો.કોન્સ ધારાબેન શ્યાળા વગેરે દ્વારા કરવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.