જય વૃક્ષનારાયણ દેવ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
જય વૃક્ષનારાયણ દેવ
સંઘર્ષમય જીવન વચ્ચે માનવીનું જીવન ત્યારે મહેકી ઉઠે છે જ્યારે તે જીવનના અનેક પડાવો વચ્ચે સેવાકીય પ્રવૃત્તિની મહેક મહેકાવે છે. કઈક આવા જ જીવનના અનુભવો સાથે જોડાયેલુ એક વ્યક્તિત્વ એટલે પર્યાવરણ અને સમાજ સેવાને સમર્પિત એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઇનું નામ લોકમુખે ચર્ચાતું હોય છે. જીતુભાઇ દ્વારા અન્ય લોકોના જીવનમાં પર્યાવરણનું મહત્વ અને પ્રેરણા બની રહે માટે પોતે એક પર્યાવરણ ઋષિની જેમ તેમની મુલાકાત સામાન્ય થી લઈ મહાનુભાવો સુધીના મુલાકાતીઓ સાથે થાય ત્યારે તેમને ભેટ પ્રસાદ રૂપે ઓક્સિજન આપી શકે તેવા વૃક્ષના રોપા આપે છે. જ્યારે તેમની સાથે કોઈ વ્યક્તિ પોતાની તકલીફોની વાત કરે તો જેમ મંદિરમાં વિવિધનેક બાધાઓ અપાતી હોય છે તેમ પર્યાવરણ ઋષિ જીતુભાઇ તેને 11 કે 21 વૃક્ષ રોપા વાવવા નુ કહે છે. સાથે સાથે કોઈ સંસ્થા હોય કે અગંત કોઈ મલવા આવ્યુ હોય એમના જોડે વૃક્ષા રોપણ પણ કરતા હોય છે વૃક્ષની વાવણી અને જાળવણી થકી પર્યાવરણનું જતન એ જીતુભાઇના મુલાકાતીઓ માટે તેમની મુલાકાત બાદ જીવનભર યાદગાર બની રહે છે. ચાલો આપણે સૌવ પયૉવરણ પ્રેમી જીતુભાઈ જોડેથી કાઈક નવુ સીખીએ આપણે પણ આપણા જીવનમાં વૃક્ષ માટે પ્રેમ ઉજાગર કરી આપણે આપણા દેશ અને આપણા ગુજરાત ને જલ્દીથી હરીયાળુ અને ઓક્સિજન થી ભરપુર બનાવા પ્રયાસ કરીએ
એક વૃક્ષ વાવો અને વૃક્ષ ઉછેરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.