જૂનાગઢનાં કલા મર્મી યુવાઓ યુનિ. વેસ્ટઝોન યુવામહોત્સવમાં કલાનાં કામણ પાથરશે
જૂનાગઢનાં કલા મર્મી યુવાઓ યુનિ. વેસ્ટઝોન યુવામહોત્સવમાં કલાનાં કામણ પાથરશે
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાર્થીઓ આજે વેસ્ટઝોન યુવા મહોત્સવમાં ભાગ લેવા આજે કોચ ભગવાનભાઇ દેવધરીયા અને અનસુયાબેન ચૈાધરી સાથે પ્રસ્થાન કરેલ છે. ઉલ્લેખનિય છે કે શાસ્ત્રીય નત્ય, લોકનૃત્ય, કાર્ટુનીંગ, માટીકામ, કોલાઝ, ઇન્સટોલેશન, મહેંદી, ફોટોગ્રાફી, પોસ્ટર મેકીંગ, રંગોળી, ચિત્રકામ, સંવાદ, ક્વિઝ, શાસ્ત્રીયવાદ્ય, શાસ્ત્રીય ગાયન, સમુહગીત ભારતિય, સમુહગીત પ્રાશ્યાત, હળવુ કંઠ્ય સંગીત, નાટક, મીમીક્રી, સ્કીટ,સહિતની સ્પર્ધાઓમાં ભાગ લેવા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાર્થીઓ ગણપત યુનિ. મહેસાણા ખાતે યોજાઇ રહેલ રાજ્યકક્ષાની વેસ્ટઝોન રમતોત્સવમાં ભાગ લેવા પ્રસ્થાન કરેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે વેસ્ટઝોન રમતોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવાની સઘળી યુનિ.નાં વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાનાર છે.
યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી અને કલ્ચરલ સેલનાં કો-ઓર્ડીનેટર કુ. રૂપલબેન ડાંગર, ઋષીરાજ ઉપાધ્યાય સહિત યુનિ. પરિવારે શુભકામનાં પાઠવી ટીમને મહેસાણા જવા રવાના કરેલ હતી.
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.