બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના સરપંચઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ માટે તાલુકા કક્ષાએ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગુજરાત દ્વારા સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ ફેઝ-2 અંતર્ગત ઉપસ્થિતોને તાલીમ અપાઈ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગુજરાત દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓનો તાલુકા કક્ષાએ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ ફેઝ-2 અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા, પ્લાસ્ટિકનો ઓછો વપરાશ અને ફરી વપરાશ માટેની SIRD (State Institute of Rural Development)ના તાલીમકારો દ્વારા વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી. તકે ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ,એ. ટી. ડી.ઓ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ , સહિતનાઓ તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.